Home Other વલસાડ રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં લાગી આગ ….

વલસાડ રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં લાગી આગ ….

90
0

વલસાડ રેલવે સ્ટેશન પરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર વલસાડ રેલ્વે સ્ટેશન પર હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના જનરેટર કોચમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. જે આગ જનરેટર કોચમાં થઇ પેસેન્જર કોચમાં ફેલાઇ હતી. જ્યાં ટ્રેનને રોકી દેવાઇ હતી. આગને પગલે દોડધામ મચી હતી. આસપાસથી લોકોને ખબર પડતાં આગને કાબૂમાં લેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગ્યા બાદ તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે ઘટનાના પગલે ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. આ વલસાડ રેલવે સ્ટેશન પાસે શ્રીનગર તરફ જતી ટ્રેનના એન્જિન પછીના જનરેટર કોચ અને પેસેન્જર કોચમાં આગ પ્રસરતાં ટ્રેનને વલસાડ રેલવે સ્ટેશન પાસે રોકી દેવામાં આવી હતી. ત્યારે ટ્રેનમાંથી યાત્રીઓને ઉતારી લેવામાં આવ્યા હતા. અને રેલવે વિભાગની આપાતકાલીન ટીમ અને નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરાઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here