Home ટૉપ ન્યૂઝ વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને એ.ટી.વી.ટી. કાર્યવાહક સમિતિની બેઠક યોજાઇ

વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને એ.ટી.વી.ટી. કાર્યવાહક સમિતિની બેઠક યોજાઇ

133
0
સુરેન્દ્રનગર : 11 ફેબ્રુઆરી

લીંબડી પ્રાંત કચેરી ખાતે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને લીંબડી ચુડા અને સાયલા તાલુકાની એ.ટી.વી.ટી. કાર્યવાહક સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ત્રણેય તાલુકા માટે એ.ટી.વી.ટી.ના કામોની ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ ગામના લોકોની જરૂરિયાતને ધ્યાને લઇ કામોની પસંદગી કરવા ઉપસ્થિત અધિકારી/પદાધિકારીઓ ઓને સૂચના આપી હતી તેમજ આ યોજના અંતર્ગત કરવામાં આવનાર કામોની ગુણવત્તા જળવાય તે જોવા પણ તાકીદ કરી હતી.
આ બેઠકમાં પ્રાંત અધિકારી એચ. એમ. સોલંકીએ એ.ટી.વી.ટી. અંતર્ગત કરવામાં આવતા વિવિધ વિકાસ કામોની વિસ્તૃત જાણકારી આપી હતી તેમજ બેઠકના અંતે લીંબડી મામલતદાર જે.આર ગોહિલે આભારવિધિ કરી હતી.


આ બેઠક લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ , સાયલા તાલુકા પંચાયત પ્રમુખ , ચુડા તાલુકા પંચાયત પ્રમુખ , ચુડા મામલતદાર એ.એસ.ઝાંપડા તેમજ તાલુકા વિકાસ અધિકારી સર્વશ્રી લીંબડી, સાયલા અને ચુડા સહિત ત્રણેય તાલુકાના સંબંધિત વિભાગના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here