Home આણંદ વડતાલધામમાં ગુરુપૂર્ણિમાના અવસરે હજારો હરિભક્તો ઉમટ્યા …. , સંતો- હરિભક્તોએ આચાર્ય મહારાજનું...

વડતાલધામમાં ગુરુપૂર્ણિમાના અવસરે હજારો હરિભક્તો ઉમટ્યા …. , સંતો- હરિભક્તોએ આચાર્ય મહારાજનું પૂજન કરી આર્શીવચન લીધા ….

126
0

સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ખાતે ગુરૂપૂર્ણીમાની ઉજવણી કરવામાં આવી હતી. ગુરૂઓના ગુરૂ આરાધ્ય ઈષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજના પૂજન સાથે આચાર્ય દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરૂપૂર્ણિમા જેને વ્યાસ પૂર્ણીમા પણ કહેવામાં આવે છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે સવારે મંગળા આરતી બાદ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે મંદિરમાં બિરાજમાન હરિકૃષ્ણ મહારાજનું ગુરૂપૂજન કર્યું હતું. ત્યારબાદ વડતાલ મંદિરના સભામંડપમાં હરિ ભક્તો દ્વારા કિર્તન આરાધના કરવામાં આવી હતી. સવારે 8.30 કલાકે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ સંપ્રદાયના વરિષ્ઠ સંતો સાથે સભામંડપમાં પધાર્યા હતા. જ્યાં સંપ્રદાયના વિદ્વાન કથાકાર નિત્યસ્વરૂપ સ્વામીનું આચાર્ય મહારાજે ફુલહાર પહેરાવી અભિવાદન કર્યું હતું. ગુરૂપૂર્ણીમા મહોત્સવના યજમાન તૃષારભાઈ નવનીતભાઈ પટેલે કથાના વક્તા નિત્યસ્વરૂપ સ્વામીનું પૂજન કર્યું હતું.

વડતાલ મંદિરના કોઠારી ર્ડા.સંતસ્વામીએ આર્શીવચન પાઠવતા જણાવ્યું હતું કે,આગામી સમય વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. ત્યારે સૌ ભક્તોએ પોતાને મળે તે નાની-મોટી સેવાઓ હર્ષભેર સવીકારી લઈ હરિકૃષ્ણ મહારાજનો રાજીપો પ્રાપ્ત કરી લેવો. ત્યારબાદ વડતાલ – જુનાગઢ – ગઢડા ટ્રસ્ટી બોર્ડના સભ્યો તથા સંતોએ આચાર્ય મહારાજનું પૂજન કર્યું હતું. ગુજરાત સરકારના પ્રતિનિધિ અને મહેમદાવાદ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ તથા બાલકૃષ્ણ સ્વામી, નિત્યસ્વરૂપ સ્વામી,વિષ્ણુસ્વામી, પ્રભુચરણ સ્વામી, હરિૐ સ્વામી તથા બાપુ સ્વામી, સત્સંગભૂષણ સ્વામીએ આચાર્ય મહારાજનું પૂજન કર્યું હતું.

આ પ્રસંગે SGVP  ગુરૂકુળના બાલકૃષ્ણ સ્વામીએ આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ દેશ કે પરદેશમાં વિચરણ કરતા હોય પણ પોતાના સત્સંગીઓને આપણો છેડો મજબૂત રીતે વડતાલ સાથે જોડાઈ રહે તેમ કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે વડતાલ – ગઢપુર – જુનાગઢ – મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડ અને સંતો મહંતોએ પૂજન કર્યું. સત્સંગના શ્રેષ્ઠીઓ અને સંતો મહંતોએ પણ વર્તમાન ગાદીપતિ પ.પૂ.આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનું શ્રદ્ધા સાથે પૂજન કર્યું. ગાદીસ્થાન પરથી આશીર્વાદ આપતા આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે,આપણે ભગવાનના વચનમાં વિશ્વાસ રાખવો. મહાપ્રલયજવે કષ્ટમાં પણ ભગવાન અને ભગવાનના વચનને છોડવા નહીં. ઈષ્ટદેવે આપેલા છ મંદિર – દેવ – આચાર્ય – સંત – હરિભગતનો આશ્રય રાખવો. કડવી વાત પણ કરવી – સાંભળવી; એ સત્સંગના નિરાયમ જીવન માટે જરૂરી છે. ધર્મવંશી આચાર્યની પણ ફરજ હરિએ નક્કી કરેલી છે; આપણે સહુએ શુદ્ધ સત્સંગ રાખીને ભગવાન ભજવા છે; સમજણ દ્રઢ કરીને વર્તવું. ગુરૂપૂર્ણિમા નિમિત્તે હરિકૃષ્ણ મહારાજને સોનાના વાઘા ધરાવવામાં આવ્યાં હતા. જેના હરિભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સમગ્ર મહોત્સવની વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામી અને સ્વયંસેવક યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવી હતી , એમ વડતાલ મંદિર દ્વારા જાણવા મળેલ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here