Home Other લોકો હવે આ ટુ-વ્હીલરને કરી રહ્યા છે પસંદ …. સ્કૂટરની ખરીદી માટે...

લોકો હવે આ ટુ-વ્હીલરને કરી રહ્યા છે પસંદ …. સ્કૂટરની ખરીદી માટે લોકોની પડાપડી …

77
0

ભારતમાં ટુ-વ્હીલર વાહનોમાં બાઇકનું વર્ચસ્વ હમેંશાં રહેલું છે. પરંતુ જ્યારથી ઇલેકટ્રિક સ્કૂટર માર્કેટમાં આવ્યા છે. ત્યારથી લોકોને હવે સ્કૂટર વધારે પસંદ આવી રહ્યા છે. આ સ્કૂટર્સની સૌથી સારી વાત એ હોય છે કે તેમાં ગીયર બદલવાની ઝંઝટ હોતી નથી. કારણ કે તે ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવે છે. ત્યારે મે મહિનામાં ટોપ 10 સ્કૂટર્સનું કુલ વેચાણ 4,33,229 યુનિટ રહ્યું. જે મે 2022માં વેચાયેલા 3,10,686  યુનિટ્સની સરખામણીએ વાર્ષિક આધાર પર 39.44 ટકાનો વધારો છે. OLA ઈલેક્ટ્રિક અને TVS આઈક્યૂબ સહિત મોટાભાગના સ્કૂટર્સે શાનદાર ગ્રોથ નોંધાવ્યો છે.

હોન્ડા એક્ટિવા મે 2023માં ટોપ સ્કૂટર્સના વેચાણમાં પહેલાની જેમ જ પહેલા નંબરે રહ્યું છે. તેના 2,03,365 યુનિટનું વેચાણ થયું છે. મે 2022માં વેચાયેલા 1,49,407 યુનિટની સરખામણીમાં એક્ટિવાએ વાર્ષિક આધાર પર 36.11 ટકાનો વધારો નોંધાવ્યો છે. જ્યારે TVS જ્યુપીટર બીજા નંબરે રહ્યું. તેનું વેચાણે મે 2022માં 59,613 યુનિટથી 3.21 ટકા ઘટીને આ વખતે મે મહિનામાં 57,698 યુનિટનું રહ્યું. આ યાદીમાં સુઝૂકી એક્સેસને ત્રીજુ સ્થાન મળ્યું છે. જેના 45,945 યુનિટનું વેચાણ થયું છે. મે 2022માં 35,709 યુનિટ વેચાયા હતા. જે વાર્ષિ આધાર પર 28 ટકા વધારો છે. જ્યારે ઓલા ઈલેક્ટ્રિકનું મે 2023માં એસ1 અને એસ1 પ્રોના 28,469 યુનિટનું વેચાણ થયું છે. પાંચમા નંબર પર ટીવીએસ એનટોર્ક હતું જેના 27,556 યુનિટ વેચાયા. યાદીમાં સૌથી વધુ ગ્રોથ ટીવીએસ iQube એ કર્યો જે છઠ્ઠા નંબરે રહ્યું. મે મહિનામાં તેના 17,913 યુનિટ વેચાયા અને તેણે 579 ટકાનો ગ્રોથ નોંધ્યો છે. સાતમા નંબરે Xoom રહ્યું અને આઠમા નંબરે સુઝૂકી બર્ગમેન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here