Home Trending Special લીંબડી જૈન સમાજે TMCના સાંસદની ટિપ્પણીના વિરોધમાં આવેદન આપ્યું

લીંબડી જૈન સમાજે TMCના સાંસદની ટિપ્પણીના વિરોધમાં આવેદન આપ્યું

136
0
સુરેન્દ્રનગર : 9 ફેબ્રુઆરી

ટી.એમ.સી. સાંસદ મહુઆ મોઇત્રાએ જૈનો અમદાવાદની ગલીઓમાં નોન-વેજ ખાય છે. એવી ટિપ્પણી સાંસદમાં કરીને તેમણે સમગ્ર જૈન સમાજ તથા સમાજના મૂલ્યોનું ઘોર અપમાન કર્યું હતું. લીંબડી સમસ્ત જૈન સંઘ દ્વારા આયોજિત જૈનોની અહિંસાના મંત્રનું ઘોર અપમાન કરનાર ટી.એમ.સી સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. તેના વિરૂદ્ધમાં લીંબડી સંકલ જૈન સંઘના ટ્રસ્ટી, આગેવાનો, યુવાનોએ ડેપ્યુટી કલેકટરને આવેદન આપ્યું હતું. સાથે સંકલ જૈન સંઘ આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી વિરોધ કરેલ છે. જૈન સમાજ જીવદયા પ્રેમી છે. અહિંશા પરમો ધર્મને માર્ગ પર ચાલનારો સમાજ છે. દરેક જીવોને જીવતદાન આપનોરો ધર્મ છે. આ અભદ્ર ટિપ્પણી કરનાર સાંસદ માફી માંગે સાથે લોકસભામાંથી આ થયેલ રેકોર્ડ દૂર કરવાની માગણી કરેલ હતી. મોટી સંખ્યામાં જૈનમ જયંતિ સાશનમ ના નારા સાથે રેલીનું આયોજન કરવામાં આવેલું જેમાં ટ્રસ્ટી મુકેશભાઈ શેઠ, હસુભાઈ શેઠ, કમલેશ વોરા, વિપુલભાઈ શાહ, ધનેશભાઈ શેઠ, હષર્દભાઈ ગાંધી, ધીમતભાઈ શાહ, સમીરભાઈ વોરા, બીપીનભાઈ પરીખ વગેરે યુવાનો સાથે મોટી સંખ્યામાં આઝાદ ચોકથી રેલી સ્વરૂપે લીંબડી સેવા સદનમાં સુધી હાજર રહ્યા હતા.

અહેવાલ: સચીન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here