યુક્રેન અને રૂસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે. તેની વચ્ચે રશિયા માટે મોટી સમસ્યાના સમાચાર સામે આવ્યા છે. યુક્રેનિયન સાથે યુદ્ધ વચ્ચે રશિયામાં હવે ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સેના અને વેગનર આર્મીના લડાયક આમને સામને આવી ગયા છે . રશિયાની ખાનગી આર્મી વેગનરએ બગાવત કરી લીધી છે અને હવે તે રશિયાની રાજધાની મોસ્કો તરફ આગળ વધી રહી છે. તેની વચ્ચે વેગનર સેનાએ રોસ્ટોવ શહેર પર કબજો કરી લીધો હોવાનો દાવો કર્યો છે. વૈગનર ગ્રુપની સેનાને રોકવા માટે રશિયન સેનાએ રસ્તા પર ટેન્કો ઉતારી દીધી છે.પ્રિગોઝિન જે રશિયાના રાષ્ટ્રપતિના રસોયા તરીકે પણ ઓળખાય છે તેણે જ બગાવત કરી લીધી છે.
પ્રિગોઝિનને ટેલીગ્રામ પર વિડિયો જાહેર કરીને જણાવ્યુ છે કે, તે અને તેમના યોદ્ધા રોસ્ટોવ-ઓન-ડોન દક્ષિણ જીલ્લા લશ્કરી મુખ્યાલયમાં છે, તમામ મિલિટ્રી બેસ વેગનર ગ્રુપ કબ્જે કરે છે, જ્યારે કે રક્ષા પ્રમુખ શોઇગુ અને ગેરાસિમોવ પાસ નથી કરતા, ત્યારે તેમના લોસ્ટોવ-ઓન-ડૉનને નાકાબંધી કરીશુ અને મોસ્કો તરફ આગળ વધવાની વાત જણાવી છે. રોસ્તોવ શહેરમાં યુદ્ધની પરિસ્થિતિને જોતા રશિયાના સૌન્ય અધિકારીઓએ લોકોને ઘરોમાં જ રહેવાની સલાહ આપી છે. ત્યારે હાલ રશિયામાં જ ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ ઉભી થઈ છે.
જે વૈગનર ગ્રુપના ચિફ યેવગેની પ્રિગોજીને બગાવત કરી છે તે વ્લાદિમીર પુતિનના નજદીકી મિત્ર જ છે. જેની પ્રાઈવેટ આર્મિની બગાવતથી રશિયામાં ગૃહ યુદ્ધ જેવી સ્થિતિ થવાના એંધાણ છે. તો બીજી તરફ બગાવત કરેલી આર્મીએ રશિયાના રોસ્તોવ શહેર પર કબજો કર્યો હોવાની પણ જાહેરાત કરી છે. ત્યારે હવે જોવાનું રહે છે રશિયાના રાષ્ટ્રપતિ આ પરિસ્થિતિને કેવી રીતે પાર પાડે છે.