Home ગીર સોમનાથ રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા

166
0

પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ ચૈતન્ય શંભુ મહારાજ સોમનાથ દર્શને પહોંચ્યા હતા. મહાનુભવોએ સોમનાથ મહાદેવના દર્શન કરીને મહાદેવનો જલાભિષેક કર્યો હતો. સોમનાથ મંદિરના પૂજારી દ્વારા ચંદન તિલક કરીને તેમજ પ્રસાદ અને સ્મૃતિ ચિત્ર આપી મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ પૂર્વ મંત્રી અને ચૈતન્ય શંભુ મહારાજનું અભિવાદન કર્યું હતું.

 

પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહેલ હોય સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ તીર્થ ગોલોકધામ ખાતે અનેક યાત્રીલક્ષી ભક્તિમય આયોજન કરવામાં આવ્યું હતું. .પ્રદીપસિંહ જાડેજા તેમજ ચૈતન્યશંભુ મહારાજ ગોલોકધામ તીર્થના દર્શને પણ પહોંચ્યા હતા. શ્રીકૃષ્ણની ચરણપાદુકાનો અભિષેક અને પૂજન કરીને મહાનુભાવોએ ધન્યતા વ્યક્ત કરી હતી. PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થઈ રહેલ સોમનાથ તીર્થના સર્વાંગી વિકાસની મહાનુભાવોએ સરાહના કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here