રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નિલાખા ગામે
ભારતનાં ૭૬ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે ઉપલેટા તાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારોહ નિલાખા ગામ ખાતે મામલતદારશ્રી નાં વરદ્ હસ્તે યોજવામા આવ્યો
સમગ્ર દેશભરમાં ૭૬ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી
હર્ષભેર ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે તેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નિલાખા ગામે ખાતે ૭૬ મા તાલુકા કક્ષાનો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો
જેમા મામલતદાર વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું અને ઉપલેટા ની અલગ અલગ શાળાઓના વિધાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનુ રાષ્ટ્રગીત , દેશભક્તિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને તેમજ દેશ માટે શહીદ થયેલા દેશભક્ત શહીદોને શ્રદ્ધાંજલિ આપી તેમને યાદ કરાયા હતા આ સમગ્ર કાર્યક્રમના અંતે ઉપલેટા શહેરના વિવિધ કર્મચારીઓ સિલ્ડ અને સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા સાથે મામલતદાર ના હસ્તે વૃક્ષ રોપાણ કરવામાં આવ્યું અને વૃક્ષ વિતરણ કરવામાં આવ્યું અને તેમનું પ્રોત્સાહન વધારી ૭૬ માં પ્રજાસત્તાક દિનની ભવ્ય રાષ્ટીય કાર્યક્રમને ખુબજ શાનદાર બનાવવામાં આવ્યો હતો
અહેવાલ:- ભાવેશ ગોહિલ ઉપલેટા