Home Trending Special રથયાત્રાને લઇ અમદાવાદના 27 રોડ રહેશે બંધ …. , જુઓ ક્યાં અપાયું...

રથયાત્રાને લઇ અમદાવાદના 27 રોડ રહેશે બંધ …. , જુઓ ક્યાં અપાયું ડાયવર્ઝન ….

95
0

અમદાવાદમાં 146 મી રથયાત્રા 20 જુનના રોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળે છે. ત્યારે આજે આખુ અમદાવાદ જગન્નાથમય બન્યું છે. આવામાં રથયાત્રામાં સુરક્ષા રાખવી પણ મોટી જવાબદારી છે. આ દિવસે કોઈ પણ નાગરિકોને કોઈ તકલીફ ન થાય તે માટે અમદાવાદ પોલીસ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. આ માટે અમદાવાદના કેટલાક રસ્તાઓ આજે બંધ કરવામાં આવે છે. જેથી ટ્રાફિક સમસ્યા ન થાય અને કોઈને તકલીક ન થાય. ભગવાનની રથયાત્રા હેમખેમ નીકળી જાય તે જ એક હેતુ હોય છે. તેથી અમદાવાદ પોલીસ દ્વારા એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. જો તમે આજે બહાર નિકળો તો આ જરુર ધ્યાન રાખજો.

અમદાવાદ પોલીસ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ -33 ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધીન રહીને તા.19/6/2023 ના કલાક 00.00 થી તા. 20/06/2023ના રોજ નીકળનાર રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સીધી કરવાનો રહેશે. ત્યારે રથયાત્રાને લઇ આટલા રોડ પર ડાયવર્ઝવન આપ્યું ?

  • ખમાસા ચાર રસ્તા રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
  • જમાલપુર ચાર રસ્તા બંધ રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
  • આસ્ટોડિયા દરવાજાનો રસ્તો રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
  • રાયખડ ચાર રસ્તા પણ રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
  • આસ્ટોડિયા ચકલા, કાલુપુર સર્કલનો રસ્તો 4.30 વાગ્યા સુધી બંધ
  • સાળંગપુર સર્કલ અને સરસપુર સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી બંધ
  • કાલુપુર સર્કલ અને કાલુપુર બ્રિજ સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી બંધ
  • પ્રેમ દરવાજા અને દરિયાપુર દરવાજા સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી બંધ
  • દિલ્હી ચકલાનો રસ્તો પણ સવારે 9થી સાંજે 4 વાગ્યા સુધી બંધ
  • દિલ્હી ચકલા અને શાહપુર દરવાજા સાંજે 5.30થી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
  • શાહપુર ચકલા અને રંગીલા ચોકી સાંજે 5.30થી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
  • આર.સી હાઇસ્કૂલ અને ઘી કાંટા ચાર રસ્તા સાંજે 5.30થી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી બંધ
  • ગુજરાતના આ શહેરમાં પનીર ખાતા પહેલા સાવધાન, નકલી પનીર સરેઆમ વેચાતુ હતું
  • નો પાર્કિંગ ઝોન માર્ગ/વિસ્તાર
    જમાલપુર દરવાજા બહાર, જગન્નાથ મંદિર, જમાલપુર ચકલા, વૈશ્યસભા, ખમાસા, ગોળલીમડા, આસ્ટોડિયા       ચકલાં, (બી.આર.ટી.એસ.રૂટ સહીત), મદન પોળ ની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા ની જુની ગેટ ખાડિયા      ચાર રસ્તા, પાંચકુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રિજ, સરસપુર, પ્રેમદરવાજા, જોર્ડનરોડ, બેચર લસ્કરનની     હવેલી, દિલ્હી ચકલા, હકીમની ખડકી, શાહપુર ચકલા, રંગીલા ચોકી, ઔવતમ પોળ, આર.સી. હાઈસ્કૂલ,         દિલ્હી ચકલા, ઘી કાંટા રોડ, પાનકોર નાકા, ફુવારા,ચાદલા ઓળ, સાંકડી શેરીના નાકે થઈ માણેકચોક શાક        માર્કેટ, દાણાપીઠ, ખમાસા થઈ જગન્નાથ મંદિર સુધીનો વિસ્તાર
  • અમદાવાદ પોલીસ દ્વારા જણાવાયું કે, આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ -33 ની જોગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધીન રહીને તા.19/6/2023 ના કલાક 00 થી તા. 20/06/2023ના રોજ નીકળનાર રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સીધી કરવાનો રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here