અંબાજી : ૧૬ જાન્યુઆરી
ગુલજારી પરિવાર દ્વારા સાધુ મહાત્માઓ ને ₹ ૧.૭૫૦૦૦ હજાર ની ભેટ વિતરણ કરવામાં આવી..
જગવિખ્યાત શક્તિપીઠ અંબાજી ખાતે નાગાસાધુઓ દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે કોટેશ્વર ખાતે ગુપ્ત સરસ્વતી નદીના કુંડમાં સાધુ દ્વારા શાહી સ્નાન કરવામાં આવ્યું જેમાં નાગા સાધુઓ રૂપ જોવા માટે અંબાજી ધર્મપ્રેમી જનતા ઉમટી પડી હતી અંબાજી માનસરોવર કુંડથી પેદલ યાત્રા કરતા કોટેશ્વર ખાતે સરસ્વતી નદીના કુંડમાં સાધુઓ દ્વારા શાહી સ્નાન કરવામાં આવ્યું હતું સ્નાન કર્યા બાદ નાગાસાધુ દ્વારા શક્તિપીઠ અંબાજી ખાતે મા અંબાના દર્શન કરી યાત્રા પૂર્ણ કરી હતી યાત્રાધામ અંબાજીમાં પ્રથમ વખત કોટેશ્વર કુંડ ખાતે શાહી સ્નાન કરવામાં આવ્યો હતું શ્રી પંચદસનામ આવાહન અખડા મહંત શ્રી વિજયગીરી મહારાજ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું…