ક્ચ્છ : 8 ફેબ્રુઆરી
મુન્દ્રા તાલુકાના ક્ષત્રિય સમાજ ના આગેવાનો તેમજ અન્ય સમાજના આગેવાનો આજે એકત્ર થયા હતા થોડા દિવસો પૂર્વે મુન્દ્રા ખાતે દેવેન્દ્રસિંહ સુખદેવસિંહ ઝાલા નામના યુવાનની હત્યા થવા પામી હતી.જે બનાવ નો આજ દિન સુધી ભેદ ઉકેલાયો નથી જેને લઇને અનેક સવાલો ઉભા થવા પામ્યા છે અત્યાર સુધી જો ભેદ ન ઉકેલાય તો તે બાબત અત્યંત શરમજનક કહી શકાય તેમ છે આજે પોલીસ મથકની બહાર મુન્દ્રા ના ગ્રામજનો પણ એકત્ર થયા હતા તેમજ આ બનાવનો તાકીદે ભેદ ઉકેલવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી હતી
આજે ડી.વાય.એસ.પી.જે.એન.પંચાલને આવેદન આપવામાં આવ્યું હતું.દસ દિવસમાં ભેદ નઈ ઉકેલાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે