Home અંબાજી માનસરોવર ધૂણી ખોલવામાં આવી, સાધુઓને પ્રવેશ મળતા અંબાજી મા ખુશી નો માહોલ…

માનસરોવર ધૂણી ખોલવામાં આવી, સાધુઓને પ્રવેશ મળતા અંબાજી મા ખુશી નો માહોલ…

25
0
અંબાજી : ૧૦ જાન્યુઆરી

અંબાજી મા અંબાનું પ્રાચીન અને પવિત્ર શક્તિપીઠ છે. અંબાજી ધામમાં અંબાજી મંદિર અને અન્ય નાના-મોટા મંદિર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ હસ્તક આવેલા છે. અંબાજી માનસરોવર પાસે છોટુ ગિરી બાપુની પ્રાચીન ધુણી આવેલી હતી, આ ધૂણી ઉપર માન સરોવર ખાતે બાબરી ઉતરાવેલા આવેલા બાળકોને છોટુ ગિરી બાપુ માથા ઉપર સાથિયો દોરી ને આશીર્વાદ આપતા હતા. આ સાથિયા માં એટલી તાકાત હતી કે બાળક ખૂબ હોશિયાર અને પ્રગતિશીલ બનતું હતું.

6 જાન્યુઆરીના રોજ માન સરોવર પાસે આવેલી ધૂણી પર અચાનક છોટુગિરી અને અન્ય સંતો આવીને શાંતિ થી લડત નો પ્રારંભ કર્યો હતો જેમાં વિજય પુરી મહારાજ એ તો 4 દિવસથી અન્ન જળ નો ત્યાગ કર્યો હતો અને આ કારણે અંબાજી મંદિર ટ્રસ્ટના સતાધીશો ચોંકી ઉઠ્યા હતા અને મહારાજ ને મુલાકાત માટે ટ્રસ્ટ ની ઓફિસમાં બોલાવ્યા હતા. ત્યારબાદ મંદિર ના દવે સાહેબ અને મોદી સાહેબ એ માન સરોવર સામે આવેલી ધૂણી પર સાધુ સંતો ને પ્રવેશ આપ્યો હતો.

સંતોનો વિજય

આખરે આજ રાત્રી ના સમયે સંતો નો વિજય થયો હતો. ચાલતી ચર્ચા મુજબ ગાંધીનગરથી મંત્રી નો ફોન આવતા દેવસ્થાન ટ્રસ્ટના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા અને આ તરફ સાધુ સંતોનો વિજય થતા અંબાજીમા ખુશીની લાગણી જોવા મળી હતી

મંદિર ટ્રસ્ટે શુ કહ્યું…

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટના દવે સાહેબ અને મોદી સાહેબે જણાવ્યું હતું કે સાધુઓની આસ્થા અને ભક્તિ જોઈને સંત સમાજની લાગણી ન દુભાય તે માટે આજે રાત્રે અમે ધુણી ખોલી આપેલ છે અને નામદાર કોર્ટ નો જે પણ ચુકાદો આવશે તે બંને પક્ષને મંજૂર રહેશે.


અહેવાલ : અલકેશસિંહ ગઢવી, અંબાજી
Previous articleકોમર્સ કોલેજ ગોધરાની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ…
Next articleઆણંદ માપણી શાખામાં તાત્કાલિક માપણી માટે કરવામાં આવેલ ખેડુતોની હજારો અરજીઓ પેન્ડીંગ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here