જૂનાગઢ:૭ જાન્યુઆરી
માણાવદર તાલુકાના ગણા ગામના સરપંચ ને ફરી સત્તા સોંપવાનો હુકમ ગુજરાત રાજ્યના અધિક વિકાસ કમિશનર ગાંધીનગર કરેલ છે. આ અંગે મળતી માહિતી મુજબ માણાવદર તાલુકાના ગણા ગામના દેવદાનભાઈ હિરાભાઈ મેતાએ ગામના મહિલા સરપંચ શાંતાબેન સુરેશભાઈ ડાંગર સામે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ બાબતે માણાવદર તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી જૂનાગઢ ખાતે લેખિત ફરિયાદ કરી હતી ત્યારે જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારીએ મહિલા સરપંચ શાંતાબેન સુરેશભાઈ ડાંગરને સરપંચપદેથી બરતરફ કરવાનો આદેશ કરાતા ખળભળાટ મચી ગયો હતો.
ત્યારબાદ મહિલા સરપંચ શાંતાબેન સુરેશભાઈ ડાંગરે આ બાબતે ગુજરાત રાજ્યના અધિક વિકાસ કમિશનર ગાંધીનગર ખાતે અપીલ કરાતા તેઓએ ભ્રષ્ટાચાર ગેરરીતિ કે ગેરવર્તુણક કરેલ હોવાનું તથ્ય ન જણાતા તેઓને ફરીથી સત્તા સોંપવાનો હુકમ ગુજરાત રાજ્યના વિકાસ કમિશનર ડી.ડી જાડેજાએ તારીખ 5 -1- 2022 ના રોજ હુકમ કરેલ હતો.