Home કોરોના મહેસાણા:શાળાએ ન આવતા અને રસી થી વંચિત લોકોને ગ્રાઉન્ડ જીરો પર જઈ...

મહેસાણા:શાળાએ ન આવતા અને રસી થી વંચિત લોકોને ગ્રાઉન્ડ જીરો પર જઈ રસી આપવામાં આવશે

49
0

મહેસાણા:૭ જાન્યુઆરી


મહેસાણા જિલ્લામાં કોરોના મહામારી સમયે રસીકરણ એક સુરક્ષા કવચ હોવાને પગલે જિલ્લામાં રસીકરણ અભિયાન હેઠળ નક્કી કરાયેલ ટાર્ગેટ વચ્ચે આરોગ્ય વિભાગને મહત્તમ અંશે નાગરિકોને રસી આપવાની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે જેમાં 90 ટકા થી વધારે લોકોએ પ્રથમ અને દ્વિતીય બન્ને ડોઝ લઈ કોરોના વાઇરસ સામેની જંગમાં સુરક્ષા કવચ બાંધ્યું છે. બીજી તરફ છેલ્લા 4 દિવસમાં 15 થી 18 વર્ષના 1 લાખ જેટલા સગીરોને શાળાએ જઈ રસી આપવાના આયોજનમાં 76 ટકા કરતા વધારે રસીકરણ કરાયું છે આગામી દિવસોમાં જે બાળકો શાળાએ નથી આવતા અને રસી થી વંચિત છે તેમને તેમના નજીકના સ્થળે જઈ રસી અપવામાં આવનાર છે . મહેસાણા જિલ્લામાં આગામી 10 જાન્યુઆરીના રોજ મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ, ફ્રન્ટ લાઇન વર્કરો અને 60 થી વધુ વયના લોકોને કોરોના રસીનો ત્રીજો ડોઝ એટલે કે બુસ્ટર ડોઝ આપવાનું નક્કી કરાયું છે…

જિલ્લામાં 15 થી 18 વર્ષના 104125 જેટલા લોકોને રસીકરણ કરવા સામે છેલ્લા 4 દિવસમાં 79262 લોકોને રસી આપવામાં આવી છે જ્યારે જ્યારે 18 થી વધુ ની ઉંમર ધરાવતા 92 ટકા લોકોને પ્રથમ અને 91ટકા લોકોને બીજો ડોઝ આપી કોરોના વાઇરસ થી સુરક્ષિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

હાલની ત્રીજી લહેરની પરિસ્થિતિ જોતા આ પરિસ્થિતિમાં જેમને વધુ રિસ્ક રહેલું છે તેવા ફ્રન્ટ લાઇન વર્કર અને હેલ્થ લાઇન વર્કર સાથે 60 થી વધુ વય ધરાવતા લોકોને વેકસીનેશન માં બુસ્ટર ડોઝ આપવામાં આવનાર છે જે બુસ્ટર ડોઝ આગામી 10 જાન્યુઆરી થી વિવિધ સેશન સાઈટો પર રજિસ્ટ્રેશન સાથે કરવામાં આવનાર છે

Previous articleસુરેન્દ્રનગર જિલ્લાના ૧૫ થી ૧૮ વર્ષના ૪૦ હજારથી વધુ બાળકોને રસી આપવામાં આવી…
Next articleજિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિ અને આયોજન અંગે,ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here