Home ગીર સોમનાથ મહાશિવરાત્રી પર્વને લઈને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર સતત 42 કલાક ભક્તો માટે...

મહાશિવરાત્રી પર્વને લઈને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર સતત 42 કલાક ભક્તો માટે ખુલ્લું રહેશે….

114
0
સોમનાથ : 1 માર્ચ

  • આજના દિવસે મહાદેવની આરતી કરવામાં આવશે સવારે 7 કલાકે બપોરે 12 સાંજે 7 રાત્રે 10:30 અને મધ્ય રાત્રે12:30 કલાકે મહા આરતી યોજાશે …
  • કોરોનાની ત્રીજી લહેર ઘટતા લાખો ભાવિકો દાદા સોમનાથના દર્શને આવે તેવી સંભાવના…

આજે વહેલીસવાર 4 વાગ્યે સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખૂલેલ તે સમયે કતારબંધ લાઈનમાં ઉભેલ શિવ ભક્તોના હર હર મહાદેવ…. ૐ નમઃ સિવાયના નાદથી મંદિર અને પરીસરનું વાતાવરણ શિવમય બનાવી દીધુ હતુ. વ્હેલી સવારથી હજારોની સંખ્યમાં શિવ ભક્તો સોમનાથમાં ઉમટી પડતા યાત્રાધામમાં જ્યાં જુઓ ત્યાં ભક્તો જ નજરે પડી રહ્યા હતા. આજે સવારે 6 વાગ્યે સોમનાથ મહાદેવને પ્રાતઃ મહાપુજા અને આરતી કરવામાં આવી હતી. ત્યારબદ 8 વાગ્યે સોમનાથ મહાદેવને નુતન ધ્વજારોહણ કરવામાં આવેલ હતુ. વ્હેલી સવારથી ભક્તો કતારબંધ લાઈનમાં સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી પુણ્યનું ભાથું બાંધતા નજરે પડી રહ્યા હતા.

અહેવાલ:   રવિ ખખ્ખર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here