PM મોદીનાં અમેરિકાંના પ્રવાસ દરમિયાન નરેન્દ્ર મોદી અમેરિકાંમાં વિવિધ મોટી કંપનીઓનાં CEO સાથે મુલાકાત કરી રહ્યા છે. ત્યારે હવે ભારતીયો માટે એક મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં વાત કરીએ તો અમેરિકામાં H1B વિઝા પર રહેતા ભારતીયો માટે મોટા ખુશખબર છે. PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ વર્ષે સિએટલમાં એક નવું વાણિજ્ય દૂતાવાસ ભારત ખોલવા જઈ રહ્યું છે. આ સાથે જ અમેરિકા પણ ભારતના 2 અન્ય શહેરોમાં પોતાના ભારતીય દૂતાવાસ ખોલશે. ભારતના બેંગ્લુરુ અને અમદાવાદમાં પણ અમેરિકાના નવા વાણિજ્ય દૂતાવાસ ખોલવામાં આવશે. હવે એવો નિર્ણય લેવાયો છે કે H1B વિઝા અમેરિકામાં જ રિન્યૂ કરી શકાશે. વધુમાં કહ્યું કે અમારી વચ્ચે થયેલી સમજૂતિ ફક્ત કેટલીક નીતિઓને આગળ વધારવા માત્ર નથી. તે ભારત-અમેરિકાના કરોડો લોકોના ભાગ્યને નવી ઊંચાઈ આપવાનું કામ થયું છે. અમે સાથે મળીને માત્ર નીતિઓ અને સમજૂતિઓ નથી બનાવતા પણ અમે જીવન, સપના અને નિયતિને આકાર આપી રહ્યા છીએ.
PM મોદીએ જણાવ્યું કે ભારતમાં ગૂગલનું AI રિસર્ચ સેન્ટર 100થી વધુ ભારતીય ભાષાઓ પર કામ કરશે. જેનાથી જે બાળકોની માતૃભાષા અંગ્રેજી નથી તેવા બાળકોને ભણવામાં સરળતા રહેશે. ઉપરાંત અન્ય એ ફાયદો થશે કે ભારત સરકારની મદદથી અહીં યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટનમાં તમિલ સ્ટડી ચેરની સ્થાપના કરાશે. તેનાથી તમિલ સંસ્કૃતિ અને દુનિયાની સૌથી પ્રાચિન તમિલ ભાષાના પ્રભાવને વધારવામાં વધુ મદદ મળશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે એ જોઈને ગર્વથી ભરેલા છો કે કેવી રીતે ભારતનું સામર્થ્ય સમગ્ર દુનિયાના વિકાસને દિશા આપી રહ્યું છે. હવે ભારત દુનિયાના એવા દેશોમાંથી એક છે જ્યાં ઈકોનોમી આટલી ઝડપથી આગળ વધી રહી છે. સમગ્ર દુનિયાની નજર આજે ભારત પર છે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ ક્રાંતિ આવી છે અને તે અભૂતપૂર્વ છે.