Home Trending Special ભાજપ સરકારનો મોટો નિર્ણય …. , અનેક રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ બદલાયા !!!!

ભાજપ સરકારનો મોટો નિર્ણય …. , અનેક રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ બદલાયા !!!!

139
0

વર્ષ – 2024ની લોકસભા ચૂંટણી યોજાય તે પહેલા ભારતીય જનતા પાર્ટીએ મોટો નિર્ણય લઇ સ્થિતિ હચમચાવી દીધી છે. જેમાં ભાજપે પ્રદેશ સંગઠનમાં મોટો ફેરફાર કર્યો છે. ચાર રાજ્યોના પ્રદેશ અધ્યક્ષ બદલ્યા છે. આ રાજ્યોને નવા અધ્યક્ષ મળ્યા છે. જેમાં પંજાબ, ઝારખંડ, આંધ્ર પ્રદેશ અને તેલંગણા સામેલ છે.

ભાજપે બાબુલાલ મરાંડીને ઝારખંડ, સુનીલ જાખડને પંજાબની જવાબદારી સોંપી છે. આ ઉપરાંત રાજેન્દ્ર એટીલાને ચૂંટણી મેનેજમેન્ટ સમિતિના અધ્યક્ષ નિયુક્ત કર્યા છે. આંધ્ર પ્રદેશ- પી પુરંદેશ્વરી , ઝારખંડ- બાબુલાલ મરાંડી , પંજાબ- સુનીલ જાખડ , તેલંગણા- જી કિશન રેડ્ડી છે. ફેબ્રુઆરી 2020માં બાબુલાલ મરાંડી ભાજપમાં જોડાયા હતા. તેમને નેતા વિપક્ષ પણ બનાવવામાં આવ્યા હતા. જોકે હવે લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીને જોતા તેમને પ્રદેશમાં પાર્ટીની કમાન આપવામાં આવી છે. એટલે હવે તેઓ ઝારખંડ ભાજપના નવા અધ્યક્ષ હશે. એ જ રીતે એક સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા રહી ચૂકેલા સુનીલ જાખડને પંજાબ ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

સૌથી મોટો ઉલટફેર તેલંગણામાં જોવા મળ્યો છે. અહીં ભાજપે પ્રદેશ અધ્યક્ષ બંદી સંજયકુમારને  હટાવી દીધા છે. તેમની જગ્યાએ કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીને જવાબદારી સોંપાઈ છે. બંદી સંજયકુમાર જમીન પર ખુબ સક્રિય હતા પરંતુ એવું કહેવાય છે કે તેઓ સંગઠનને એક સાથે લઈને ચાલવામાં નિષ્ફળ રહ્યા અને આ જ કારણે પાર્ટીએ આ નિર્ણય લીધો.

જોકે જી કિશન રેડ્ડીએ હવે કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપવું પડશે. તેઓ હવે પ્રદેશમાં સંગઠનને મજબૂત કરવાની જવાબદારી નિભાવશે. આવામાં તેમની જગ્યાએ કોઈ બીજા ચહેરાને પાર્ટી કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરી શકે છે. એવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે કે 9થી 10 જુલાઈ સુધી કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ ફેરફાર થઈ શકે છે.

ગુજરાતના પ્રદેશ પ્રમુખની તૈયારીની વાત કરીએ તો ગુજરાતના પ્રદેશ પ્રમુખ બદલવાની તૈયારીમાં છે. જેમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની આખરી મહોર લાગવાની રાહ જોવાઇ રહી છે. ત્યારે આ પદ માટે મનસુખ માંડવિયા , ગોરધન ઝડફીયા અને રજની પટેલનું નામ ચર્ચાઇ રહ્યું છે.જોકે ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને યથાવત રાખવાના સંકેત મળી રહ્યા છે.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here