Home ક્રાઈમ બોરાણાની ચકચારિત પિતા ના હાથે પુત્રની હત્યા ઘટનામાં ચોકાવનારા ખુલાસા…

બોરાણાની ચકચારિત પિતા ના હાથે પુત્રની હત્યા ઘટનામાં ચોકાવનારા ખુલાસા…

128
0
સુરેન્દ્રનગર : ૧૨ જાન્યુઆરી

લીંબડી તાલુકાના બોરાણા ગામે યુવાનની ગોળી મારી હત્યા નો બનાવ બન્યો હતો. આ અંગેની પોલીસ ફરીયાદ નોંધાવાતા તેમાં યુવાન ઝઘડો કરતા માતા પિતાને છોડાવવા જતા પિતાના હાથે ગોળી વાગવાના કારણે મોત નીપજ્યું હોવાનું ખુલવા પામ્યુ છે. જ્યારે ફાયરીંગ કરનાર પિતા સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(પ્રતીકાત્મક તસ્વીર) 

લીંબડી તાલુકાના બોરાણા ગામે યુવક મહેન્દ્રભાઇ પીતામ્બરભાઇ મદુરીયાની ગોળી વાગતા મોત થયાનો બનાવ બન્યો હતો.આ અંગેની ફરીયાદ મરણ જનારના ભાઈ રાકેશભાઇ પિતામ્બભાઇ મંદુરીયાએ લીંબડી પોલીસ સ્ટેશને નોંધાવી હતી. જેમાં તેઓ પાળીયાદ બાજુ ભેંસ જોવા માટે ગયા હતા. જ્યાંથી લીંબડી પરત આવતા ભાઇ મહેન્દ્રનો ફોન આવ્યો કે પપ્પા ગામમાં કોઇ સાથે બાજીને આવ્યા છે અને ઘરે 10 થી 15 લોકો આવ્યા છે તેવું જણાવતા તેઓ બોરાણા ગામે જવા નિકળ્યાં હતા. જ્યાંર બાદ પુનઃ મહેન્દ્રએ ફોને કરી તેમના માતા પુરીબેન અને પિતા પીતામ્બરભાઇ એક બીજાને ગાળો દેતા  હોવાનું જણાવ્યુ હતુ. આથી રાકેશભાઇએ ઘરે પહોંચી બંન્નેને છુટ્ટા પડાવી મામલો શાંત થતા ઘેરથી નિકળી શેરીમાં બહાર ઉભા હતા. ત્યાં લોકો ઘેરથી દેકારો થતા ફરી ઘરમાં જઇ જોયુ તો નાના ભાઇ મહેન્દ્રને પેટમાં ગોળી વાગેલી જોઇ અને માતાએ મને છોડાવતા મહેન્દ્રને ગોળી વાગી ગયાનું જણાવ્યુ હતુ. આથી 108ની મદદથી લીંબડી સરકારી દવાખાને લઇ જવાયો હતો જ્યાં મહેન્દ્રને મૃત જાહેર કરાયો હતો. આથી મહેન્દ્રને પિતા પિતામ્બરએ બંદુકથી ભડાકો કરી ઇજા પહોંચાડી હોવાની શંકાના આધારે લીંબડી પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here