જૂનાગઢ: 18 જાન્યુઆરી
લોકશાહી સમાજ વ્યવસ્થામાં શહેર અને ગ્રામ્ય કક્ષાએ પંચાયતી રાજની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પુરૂષ વર્ગના વર્ચસ્વ સામે મહીલાઓની ભાગીદારી વધારવા વોર્ડ સદસ્યો અને સરપંચો ના પદો મહિલા અનામતો જાહેર કરવા પડે છે. સમાજની આ સર્વ સામાન્ય માન્યતા ને ફરંગટા ગ્રામ પંચાયતે તોડી સામાન્ય રીતે પુરુષ વર્ગના અધિકાર ની ગણાતી ઉપસરપંચ પદ પર ગામની એજયુકેટેડ દિકરી ને બીન હરીફ પસંદ કરી નારી શકિતનું સન્માન કર્યું છે.
માંગરોળ તાલુકાના ઈતિહાસ માં સૌ પ્રથમ વખત ઉપ સરપંચ પદે મહિલા ની પસંદગી થઈ, ફરંગટા ગ્રામ પંચાયત ની આજે તારીખ ૧૮/૧/૨૨ ના રોજ મળેલી પ્રથમ બેઠકમાં ગરાસીયા ક્ષત્રીય રાજપૂત સમાજ ના મહિલા એડવોકેટ પ્રકાશબા મનુભા કચ્છવાની બીન હરીફ નિયુક્તિ, સાથી મહિલા સદસ્યોએ નવ નિયુક્ત મહિલા ઉપ સરપંચ એડવોકેટ પ્રકાશબા કચ્છવાને પુષ્પગુચ્છ થી સન્માનિત કર્યા,પ્રકાશબા પર અભિનંદન ની વર્ષા વર્ષી હતી.