પેટલાદ ખાતે આવેલી નારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના ટ્રસ્ટી વ્રજેશભાઈ પરીખની પ્રેરણાથી તથા આચાર્ય ડો. રઘુભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ વાસ્તુશાસ્ત્ર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યશાળાના આરંભે પ્રાસ્તાવિક ઉદ્બોધન તેમજ મહાનુભાવોનો પરિચય કરાવી મંગલ પ્રારંભ પુરાણાચાર્ય જીતેન્દ્રભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યોતિષ તેમજ વાસ્તુશાસ્ત્રના વિદ્વાન પંડિતો દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યા હતા. જેમાં ડો. પન્નાલાલ વ્યાસ, ત્રિનેત્રા જ્યોતિષ કાર્યાલયના ભાવિનભાઈ દવે તેમજ મહાવિદ્યાલયના જ્યોતિષાચાર્ય પૂર્વાંગભાઈ જોશી દ્વારા વાસ્તુશાસ્ત્રનો સાંપ્રત સમયમાં ઉપયોગીતા, મહત્વ તેમજ તોડફોડ કર્યા વગર કઈ રીતે ઘરમાં, ઓફિસમાં તેમજ દરેક જગ્યાએ સુખ- સમૃદ્ધિ મેળવી શકીએ તેવા અનેક વિષયો ઉપર વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં મહાવિદ્યાલયના ઋષિકુમારો, પ્રાચ્ય છાત્રો તેમજ વાસ્તુશાસ્ત્રમાં રસ ધરાવતા તમામ વિદ્યાર્થી મિત્રોએ બહોળા પ્રમાણમાં લાભ લઇ જ્ઞાન મેળવ્યું હતું. આ કાર્યશાળાનું સંચાલન તેમજ આયોજન પૂર્વાંગભાઈ જોશી દ્વારા તેમજ આભાર વિધિ મહાવિદ્યાલયના આચાર્ય ડો. રઘુભાઈ જોષી દ્વારા કરવામાં આવી હતી.