Home દેશ પીએમ મોદી પહોંચ્યા ટ્રેન દુર્ઘટના સ્થળ પર, જે પણ દોષિત હશે તેને...

પીએમ મોદી પહોંચ્યા ટ્રેન દુર્ઘટના સ્થળ પર, જે પણ દોષિત હશે તેને છોડીશું નહીં : PM

135
0

ઓડિશામાં બાલાસોર ટ્રેન દુર્ઘટના જે સ્થળે સર્જાઈ હતી તે સ્થળની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રુબરુ પહોંચી મુલાકાત લીધી છે. પીએમ મોદી સાથે આ દરમિયાન કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને ધર્મેન્દ્ર પ્રધાન પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

મળતી માહિતી મુજબ, બાલાસોરમાં શુક્રવારે સાંજે થયેલી ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે અને અત્યાર સુધી 250થી વધુ લોકોના મોત થયા છે.

ત્યારે દુર્ઘટનાની સમીક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજ્યા બાદ પીએમ મોદી સાંજે ખૂદ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેઓ અહીં હેલિકોપ્ટરની મદદથી અહીં પહોંચ્યા હતા.

તેમણે ઘટના સ્થળનું નિરીક્ષણ કરી મૃતક પરિવારજનો અને ઘાયલો સાથે હોસ્પિટલ પહોંચી મુલાકાત પણ કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, દુર્ઘટનામાં જે કોઈપણ દોષિત હશે તેમને કડકમાં કડક સજા આપીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here