Home ક્રાઈમ પાવાગઢના આંગણે પંચમહોત્સવનો શાનદાર અને ભવ્ય પ્રારંભ

પાવાગઢના આંગણે પંચમહોત્સવનો શાનદાર અને ભવ્ય પ્રારંભ

156
0

ગુજરાત: 26 ડિસેમ્બર


મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે પંચમહોત્સવનું કરાયું ઈ- ઉદ્દઘાટનવર્ષે ૩૮ લાખથી વધુ પ્રવાસીઓ,વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેનો દરજ્જો પામનાર આ સ્થળની લે છે મુલાકાત

પંચમહાલ જિલ્લામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક જેને યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ સાઇટ” તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસની રહેલ ભરપૂર શક્યતાઓ જોતા તેના યોગ્ય પ્રચાર પ્રસાર દ્વારા તેને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળે તથા તેની આગવી વિશિષ્ટ ઓળખ પ્રવાસીઓને આપી શકાય તથા સ્થાનિક રોજગારીની તકોમાં વધારો લાવી શકાય તે હેતુસર વર્ષ ૨૦૧૫થી પ્રતિ વર્ષ પંચમહોત્સવનું આયોજન વડા તળાવ,તા. હાલોલ ખાતે કરવામાં આવે છે.જો કે નોવેલ કોરોના વાયરસને ધ્યાનમાં રાખતા વર્ષ ૨૦૧૯/૨૦/૨૧ દરમિયાન આ આયોજન શક્ય થઈ શક્યું નહોતું.

ચાલુ વર્ષ ૨૦૨૨ દરમિયાન આજરોજ ૨૫ ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે પંચમહોત્સવનું ઈ ઉદ્દઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે આજથી શુભારંભ થનાર આ પંચમહોત્સવ થકી સાંસ્કૃતિક વારસો અને પરંપરાગત મૂલ્યોનું જતન થશે. તેમણે વધુમાં વધુ લોકો આ મહોત્સવનો લાભ લેશે તેવો વિશ્વાસ પણ વ્યકત કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે પરંપરાગત નગર ઉત્સવ અને સાંસ્કૃતિક ઉત્સવો થકી ભારતને વિશ્વગુરુ બનવા તરફ લઈ જવા રાહભર બનશે. આ સાથે તેમણે મહાકાળી માતાના ચરણોમાં વંદન કરીને પોતાની વાત પૂરી કરી હતી.

આ પ્રસંગે હાલોલ ધારાસભ્ય જયદ્રહસિંહજી પરમાર દ્વારા પ્રાસંગિક ઉદબોધન તથા અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા દ્વારા આભારવિધિ કરાઈ હતી.સમગ્ર આયોજનને લઈને પ્રવાસન વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને પૂર્ણ કરી લેવામાં આવી છે.

કાર્યક્રમની શરૂઆત સવારે ૧૧ વાગ્યે ક્રાફટ બજાર, ફૂડ બજારનું ઉદ્દઘાટન કરાયું હતું, સાંજે ૫ વાગ્યા પછી સમગ્ર કાર્યક્રમ શરૂ કરાયો હતો, જેમાં સ્થાનિક કલાકારશ્રીઓ દ્વારા સંગીત સંધ્યા અને ભરત નાટ્યમ રજૂ કરાયું હતું. આ પ્રસંગે પાવાગઢ યાત્રાધામ પર બનેલ ચાર તથા પ્રવાસન વિભાગ દ્વારા નિર્મિત ખુશ્બુ ગુજરાત કી ફિલ્મનું એલઇડી પર નિદર્શન કરાયું હતું. દીપ પ્રાગટય કરાયું હતું.ગુજરાત પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોથી જિલ્લાના પ્રવાસન વિભાગને વેગ મળ્યો છે,વર્ષે ૩૮ લાખથી વધુ પ્રવાસીઓ,વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેનો દરજ્જો પામનાર આ સ્થળની મુલાકાત લેતા હોય છે.

ગુજરાતના પ્રસિધ્ધ લોકગાયક આદિત્ય ગઢવી દ્વારા સંધ્યા સંગીત રજૂ કરાઈ,જેમાં લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કુ.કામિનીબેન સોલંકી, મોરવા હડફ ધારાસભ્યશ્રીમતી નિમિષાબેન સુથાર, હાલોલ ધારાસભ્યશ્રી જયદ્રસિંહ પરમાર, જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારિયા, પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સહિત વિવિધ મહાનુભાવો/હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : નરેન્દ્રસિંહ પરમાર ( હાલોલ )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here