પાટણ : 13 ફેબ્રુઆરી
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં આરોગ્યની તાત્કાલિક સારવાર માટે કર્યરત કરાયેલી 108 એમ્બ્યુલન્સની સેવા આશિર્વાદ રૂપ બની રહી છે. 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા સ્ટાફ દ્વારા લોકોને સમયસરની સારવાર આપી પોતાની ફરજ અદા કરી રહ્યા છે. ત્યારે પાટણના દુનાવાડા ગામની સર્ગભાની 108 એમ્બ્યુલન્સમાં ઈએમટી દ્વારા નોર્મલ ડિલેવરી કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો.
પાટણના દુનાવાડા ગામમાથી 108 એમ્બ્યુલન્સને રાત્રે 10:30 કલાકનાં સમયે ડીલેવરીનો કેસ માટે કોલ મળતા પાટણ 108ના પાયલોટ ગુલાબખાન બલોચ અને ઈએમટી વિજય રાઠોડ દ્વારા તાત્કાલિક દુનાવાડા ખાતે પહોંચી પ્રસવ પિડા ભોગવતી ભાવનાબેન સુખાજી ઠાકોર નામની મહિલાને દુનાવાડાથી પાટણ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
ત્યારે અનાવાડા નજીક આવતા મહિલાને પ્રસવ પીડા ઉપડતાં રસ્તામા જ ચાલુ એમ્બ્યુલન્સમા EMT વિજય રાઠોડ દ્વારા મહિલાની નોર્મલ ડીલેવરી કરાવી હતી. માતા અને બાળકને સહી સલામત રીતે પાટણ ની સરકારી હોસ્પિટલમાં રીફર કરવામા આવતાં મહિલાના પરિવારજનો દ્વારા પાટણ 108 એમ્બ્યુલન્સની આરોગ્ય સેવાની સાથે ફરજ પરના પાયલોટ ગુલાબખાન બલોચ અને ઈએમટી વિજય રાઠોડનો આભાર વ્યક્ત કર્યો હતો.