Home ક્રાઈમ પાટણમાં વિદ્યાસહાયકની ભરતીમાં 1036 ફોર્મ ભરાયા

પાટણમાં વિદ્યાસહાયકની ભરતીમાં 1036 ફોર્મ ભરાયા

121
0
પાટણ : 12 ફેબ્રુઆરી

પાટણ શહેરના કંસાડા દરવાજા વિસ્તારમાં આવેલી વનરાજ પ્રાથમિક શાળામાં વિધાસહાયકોની ભરતી માટે રીસીવિંગ સેન્ટર ઉપર મોટી સંખ્યામાં ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો હતો જેને લઇને સેન્ટર પર ઉમેદવારોની લાંબી કતારો જોવા મળી હતી. વિદ્યાસહાયક ભરતીમાં 14 ફેબ્રુઆરી સુધી ઉમેદવારો અરજી કરી શકશે.અત્યાર સુધી 1036થી વધુ ફોર્મ ભરાયા

સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી નથી. ત્યારે સરકારી ફરી એકવાર વિદ્યાસહાયકોની ભરતી માટેની પ્રક્રિયા શરૂ કરી છે જેને લઇને સમગ્ર રાજ્યમાં ઉમેદવારો ફોર્મ ભરવા માટે રીસીવિંગ સેન્ટર ઉપર જઈ રહ્યા છે જેને લઇ ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.પાટણ શહેરની વનરાજ પ્રાથમિક શાળામાં પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા રિસિવિગ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જેમાં 4 વર્ગમાં રિસિવિગ રાખ્યું છે. જ્યાં ઉમેદવારે ફોર્મ ભરવા આવી રહ્યા છે.

ગુજરાતમાં વિદ્યાસહાયકની 3300 જગ્યા માટે અત્યાર સુધીમાં પાટણ સેન્ટર ઉપર 1036 વધુ ઉમેદવારોએ વિદ્યાસહાયક માટેનાં ફોર્મ ભર્યાં છે. જેમાં ઘટમાં ધો 1થી 5માં 142 અરજી, 6થી 8માં 367 અરજી મળી છે. જનરલમાં 1થી 5માં 140અને ધો 6થી 8માં 387 અરજી મળી છે. આમ કુલ 1036 ઉમેદવારની અરજી અત્યાર સુધીમાં મળી છેય તેવું પ્રથમીક શિક્ષણ અધિકાર બિપિનભાઈ પટેલે જણાવ્યું હતું.
ઉમેદવારો 14 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકશે, પરંતુ જો ઉમેદવારોની સંખ્યા સતત વધતી રહેશે તો ફોર્મ ભરવાની અંતિમ તારીખમાં પણ વધારો થઈ શકે છે. તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

અહેવાલ :  ભાવેશ, પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here