પાટણ : 10 ફેબ્રુઆરી
ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં namo એપ પર માઇક્રો ડોનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે
જે અંતર્ગત જિલ્લા કક્ષાના અભિયાનનો પ્રારંભ પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી કે સી પટેલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી એવી ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલમાં સમગ્ર દેશમાં નમો એપ્લિકેશન ઉપર માઈક્રો ડોનેશન અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં કોઈપણ વ્યક્તિ સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો બેટી પઢાવો, કિસાન સેવા, પાર્ટી ફંડ માં પાંચ રૂપિયાથી લઈને ૧૦૦૦ રૂપિયા સુધી donation કરી શકે છે. ત્યારે પાટણ જિલ્લા કક્ષાના માઇક્રો ડોનેશન અભિયાનની શરૂઆત શહેરના વોર્ડ નંબર બે અને ત્રણમાંથી પ્રદેશ ભાજપ પૂર્વમંત્રી કેસી પટેલના હસ્તે કરવામાં આવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરો એ પોત પોતાના મોબાઈલમાં નમો એપ્લિકેશન ડાઉનલોડ કરીને સરકારની વિવિધ સેવાકીય યોજનાઓ માં પોતાનો આર્થિક સહયોગ આપ્યો હતો. આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ડોર ટુ ડોર જઈશ માઈક્રો ડોનેશન અભિયાનને પુરજોશમાં આગળ ધપાવશે.
જિલ્લાકક્ષાના માઈક્રો ડોનેશન અભિયાનમાં શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી, નગર પાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ,ગૌરવ મોદી, પૂર્વ પ્રમુખ હેમંત તન્ના સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.