Home ક્રાઈમ નિસંતાન લુટારૂનું જધન્ય કૃત્ય:દાદાને બાઈક પરથી પાડ્યા બાદ પૌત્રીનું કર્યું અપહરણ જાણો...

નિસંતાન લુટારૂનું જધન્ય કૃત્ય:દાદાને બાઈક પરથી પાડ્યા બાદ પૌત્રીનું કર્યું અપહરણ જાણો કેવું આવ્યું પરિણામ….

100
0

ગોધરા:૬ જાન્યુઆરી

રાજ્યમા જાહેરમાર્ગો ઉપર બનતી લુંટ અને છેતરપીંડીની ઘણી ઘટનાઓ સમાજની આંખો ઉઘાડનારી સાબિત થતી હોય છે..આવી ઘટનાઓ બાબતે પોલીસ દ્વારા અવાર નવાર સતર્કતા વર્તવાનું જણાવવામાં આવતુ હોય છે તેમ છતાં હજુ પણ લુંટ ચલાવતા ચાલાક અદાતી ઈસમો નિર્દોષ નાગરિકો અને રાહદારીઓને છેતરપીંડી નો ભોગ બનાવી દેતા હોય છે.પંચમહાલ માં બનેલ એક ઘટનાએ સમગ્ર પથકમાં ચકચાર મચાવી દીધી હતી.નાણા બચાવવા જાહેર માર્ગ ઉપર અજણ્યા ઇસમ પાસેથી લીફ્ટ લેતા એક વૃદ્ધ દાદા ને હાથ ઉપરની રકમ અને પૌત્રી સુધ્ધા ખોવાનો વારો આવ્યો હતો.પોલીસે આ ગુનાખોર ઇસમ ને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો છે.લુંટનો ગુનો તેન કબુલ્યો અને સગીર પુત્રીને પોતે નિસંતાન હોઈ ઉપાડી ગયો હોવાનું કબુલ્યું હતું.જોકે પંચમહાલ પોલીસે પૌત્રી ને આ ઇસમના ચુંગાલમાંથી છોડાવી હતી અને ઓળખ કરાવીપરિવારને સુપ્રત કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ શહેરાના રહેવાશી દાદા અને પૌત્રી કોઈ અંગત કામથી ગોધરા ખાતે આવેલ લાલબાગ બસસ્ટેન્ડ વિસ્તારમાં ચાલતા જતા હતા, જે સમયે એક લાલ કલરની પલ્સર મોટર સાયકલ તેમની પાસે આવી ઉભી રહી અને બાઈકસવારે દાદા અને પૌત્રીને લીફ્ટ આપવાનો વિવેક કર્યો કદાચ તે સમયે વ્યક્તિ ધ્વારા કરવામાં આવેલ વિવેકના પરિણામ વિષે દાદાએ વિચાર્યું પણ નહિ હોય.કે આવેલા અજાણ્યા માણશ લિફ્ટ આપવાના બહાને પોતાની મોટર સાયકલ પર બેસાડયા બાદ ગુનાહિત કૃત્ય કરશે.

આરોપીએ દાદા અને પૌત્રી ને લિફ્ટ આપવાના બહાને પોતાની મોટર સાયકલ પર બેસાડયા બાદ શહેરા તરફ જવાના માર્ગ પર જતાં એસ આર પી નગર પાસે આવેલા મીનાક્ષી ગ્રીન પાસે બાળકી ના દાદા ને જેમતેમ બાઈક પરથી નીચે પાડી દેવામાં આવ્યા હતા અને તેમની પાસે રહેલ રૂપિયા લૂંટી લઈ અજાણ્યો વ્યક્તિ બાળકીને લઈને ફરાર થઇ ગયો હતો.જેમાં મોટર સાયકલ પરથી નીચે પાડી દેવાયલ દાદાને ઇજા થઇ હતી, ઘટના સ્થળ પરથી પસાર થતા રીક્ષા ચાલકે દાદાને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.

ઘટના ની જાણ ગોધરા પોલીસને થતા ઘટનાની ગંભીરતા જોતા પોલીસે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ને એલર્ટ કરી ને સી.સી ટી.વી ના માધ્યમ થી ગણતરીના કલાકોમાં આરોપી ને તેના જ નિવાસ સ્થાન સામલી (બેટીયા) ખાતે થી ઝડપી પાડવામાં આવ્યો હતો.આરોપીની ઝડપી ને તેની પૂછતાછ કરતા જાણવા મળ્યું હતું કે આરોપી નામ રોશન ઉર્ફ નાનાભાઈ નટવરભાઈ મોતીભાઈ ચૌહાણ છે,પોલિસ દવારા વધુ તપાસ કરતા તેના ઘરે થી અપહરણ કરાયેલ બાળકી પણ મળી આવી હતી .પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર અપહરણ કરનાર રોશનને સંતાન ન હોવાથી તેણે બાળકી નું અપહરણ કર્યું હોવાની કબૂલાત કરી હતી.જેમાં આગાઉ પણ આ વ્યક્તિ દવારા શહેરા પોલીસ મથક વિસ્તારમાં પણ આ પ્રકારે સિનિયર સિટીજનો ને લૂંટ કરવાનો મામલો સામે આવ્યો છે .આ સમગ્ર મામલે પોલીસે લૂંટ અને અપહરણ નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here