Home રાજકોટ નાની દમણ ખાતે ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદની પૂર્ણાહુતિ … PM મોદીએ વર્ચ્યુઅલી...

નાની દમણ ખાતે ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદની પૂર્ણાહુતિ … PM મોદીએ વર્ચ્યુઅલી સંબોધન કર્યું …

168
0

નાની દમણ ખાતે ગુજરાત સહિત દેશના 6 રાજ્યોના જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ માટે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાની ઉપસ્થિતિમાં યોજાયેલા ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદ પુર્ણ કરાઇ હતી.. બે દિવસના પ્રશિક્ષણ વર્ગને વર્ચ્યુઅલી સંબોધતા PM નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓને ફક્ત એક યોજનાના સ્વરૂપમાં જોવાના બદલે જન આંદોલનના સ્વરૂપમાં તેને અપનાવી સમાજના વધુમાં વધુ વર્ગના લોકોને લાભ મળે તે જોવાની આપણા સૌની જવાબદારી છે.  PM  મોદીએ વધુમાં જણાવ્યું હતું કે દરેક જિલ્લામાં તેની એક ખાસ વિશેષતા હોય છે. સુરતમાં જેમ હીરા ઉદ્યોગ છે. સુરેન્દ્રનગરમાં રેશમ હાથસાળના કારીગરીનું કામ છે. તેવી રીતે અન્ય જિલ્લાની આ પ્રકારની વિશેષતાને બહાર લાવીને તેને દુનિયા સમક્ષ મૂકવાનું કામ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના શાસકોનું છે.

ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ , મહારાષ્ટ્ર ,છત્તીસગઢ ,ગોવા ,દિવ દમણના પ્રમુખો અને ઉપપ્રમુખો માટેની આ પ્રશિક્ષણ શિબિરમાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર અને ઉપપ્રમુખ સવિતાબેન વાસાણી પણ હાજર રહ્યા હતા. સત્રના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું ત્યારે પરિષદના સ્થળે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રશિક્ષણ વર્ગનો હેતુ ગ્રામ્ય વિસ્તારના સર્વાંગી વિકાસ અને સમૃદ્ધિ માટે સરકારની ગરીબ કલ્યાણ માટેની વિવિધ યોજનાઓથી જિલ્લા પંચાયતોના પ્રમુખો અને ઉપપ્રમુખોને માહિતગાર કરવા અને તેની યોગ્ય અમલવારી  દ્વારા ગ્રામ્ય લોકો સુધી પહોંચાડવા માટે હતો.  સરકારના રાજ્યકક્ષાના પંચાયત મંત્રી કપિલ મોરેશ્વર પાટીલ, રાષ્ટ્રીય સંગઠન મંત્રી બી.એલ. સંતોષજી તથા કૈલાશ વિજય વર્ગીયજી વગેરે તજજ્ઞો દ્વારા પંચાયતી રાજ અને ગ્રામ્ય વિકાસને લગતા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બે દિવસ માટે યોજવામાં આવેલી પંચાયતી રાજ પરિષદના બીજા દિવસના એક સત્રની અધ્યક્ષતા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરને સોંપવામાં આવી હતી. રાજકોટ જ નહીં પરંતુ ગુજરાત માટે અતિ મહત્વની ગણી શકાય તેવું આ સત્ર કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના પંચાયત મંત્રી કપિલ મોરેશ્વર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું હતું. આ સત્રને સંબોધન કરતા પાટીલએ વધુમા જણાવ્યું હતું કે 15 માં નાણાપંચ સહિતની નાણાપંચની ગ્રાન્ટ સીધે સીધી જ ત્રિસ્તરીય પંચાયતી રાજની સંસ્થાઓ ને મળતી હોય છે. ગામડાને વિકાસ કાર્યોની શું જરૂરિયાત છે તે મુજબ ગ્રાન્ટનો પંચાયતી રાજના ચુંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપયોગ કરી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં વિકસિત ભારતનું જે સ્વપ્ન નિહાળ્યું છે તે સાકાર કરવામાં ત્રિસ્તરીય પંચાયતી રાજની  ભૂમિકા મહત્વની બની રહેશે તેવો મને દૃઢ વિશ્વાસ છે. વડાપ્રધાનના નેતૃત્વમાં છેલ્લા 9 વર્ષમાં દેશનો મોટા પ્રમાણમાં સવાઁગી વવિકાસ થયો છે.દુનિયામાં પણ ભારતની પ્રતિષ્ઠા અને શાખમાં વધારો થયો છે. રામ મંદિર ઉપરાંત કાશી વિશ્વનાથ મંદિર ઉજ્જૈનમાં અને કેદારનાથમાં મંદિરોના વિકાસ કરવામાં આવ્યા છે. સ્વામીત્વ પ્રોજેક્ટ દ્વારા ગ્રામજનોને ઘેર બેઠા પ્રોપર્ટી કાર્ડ મળે છે અને તેમના પર લોન પણ મળે છે. કૌશલ્ય વિકાસ યોજના દ્વારા યુવાનોની શક્તિ અને તેમનામાં રહેલું કૌશલ્ય બહાર કાઢવામાં આવી રહ્યું છે. રોજી રોટી માટે વતનથી દૂર કામ કરવા આવતા લોકોને સસ્તા અનાજની દુકાનોએથી અનાજ મળી રહે તે માટે ‘વન નેશન વન રેશન’ યોજના દાખલ કરી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા સમાજના ગરીબ અને નબળા વર્ગના લાખો પરિવારોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. પીએમ જનધન યોજના, અટલ પેન્શન યોજના, વીમા યોજના જેવી અનેક યોજનાઓના કારણે લોકોનું જીવન સરળ બન્યું છે અને સબસીડી સહિતના આર્થિક લાભ સિધા જ લાભાર્થીના ખાતામાં જમા થતા હોવાથી ભ્રષ્ટાચાર ખતમ થઈ ગયો છે.

પંચાયતી રાજ અને તેમના દ્વારા થઈ રહેલા વિકાસની આંકડાકીય માહિતી આ પરિષદમાં જાહેર કરવામાં આવી હતી અને તેમાં જણાવ્યા મુજબ અત્યાર સુધી પંચાયતોને 70 હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. પરંતુ આ વર્ષે એક લાખ કરોડ આપવામાં આવ્યા છે. છેલ્લા 9 વર્ષમાં મનરેગા સહિતની વિવિધ યોજનાઓ અંતર્ગત કામ કરાવીને 30,000 થી વધુ પંચાયત બિલ્ડીંગો બાંધવામાં આવ્યા છે. સૌચાલયની સુવિધા ગામે ગામ પૂરી પાડવામાં આવી છે.

ભુપતભાઈ બોદરે આ સત્ર દરમ્યાન પંચાયતી રાજને લગત નીતિવિષયક મુદ્દાઓ જેમકે પોર્ટલમાં ગ્રામ્ય કક્ષાએ ખરીદીમાં પડતી મુશ્કેલીઓ ,ટાઈડ અનટાઈડ ગ્રાન્ડમાં જે ગામોમાં સ્વચ્છતા અને પાણીની સુવિધાઓના કામો પૂર્ણ થઈ ગયેલા છે તેવા ગામોમાં સમીક્ષા કરી ગ્રાન્ટના કામોમાંના ફેરફારને મંજૂરી આપવા બાબત ,ગ્રામ્ય વિસ્તારોમાં ગામથી ગામને જોડતા નવા મંજુર થતા રોડ રસ્તાઓની ટ્રીટમેન્ટ જુની ટ્રાફિક પેટર્નના બદલે હાલના ટ્રાફિક ભારણને ધ્યાને લઈ રોડ રસ્તાની ટ્રીટમેન્ટ કરવા બાબત આ ઉપરાંત રાજકોટ જીલ્લા પંચાયત દ્વારા કરેલા વિકાસ કાર્યોની વિસ્તૃત માહિતી પણ આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here