Home બોલીવુડ ધ ફેમસ ટેલિવિઝન શો અનુપમા ફેમ છવી પાંડેની શોમાંથી એક્ઝિટ…

ધ ફેમસ ટેલિવિઝન શો અનુપમા ફેમ છવી પાંડેની શોમાંથી એક્ઝિટ…

116
0

ટેલિવિઝન પર આવતો ફેમસ શો અનુપમા દરેક સ્ત્રીનો ફેવરિટ શો છે. ત્યારે આ સિરિયલમાં અનુપમા હોય કે અનુજ કપાડિયા… વનરાજ શાહ હોય કે કાવ્યા… રૂપાલી ગાંગુલી સ્ટારર શોના એક-એક પાત્ર દર્શકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. રાજન શાહ દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવતો આ શો શરૂઆતથી જ TRP ચાર્ટમાં રાજ કરી રહ્યો છે, શો માં દર્શાવાતા ટ્વિસ્ટ & ટર્ન્સ તેમજ ડ્રામા દર્શકોને ટીવી સ્ક્રીન સામે બેસી રહેવા માટે મજબૂર કરે છે.

સિરિયલમાં વનરાજ શાહ સાથે ડિવોર્સ લીધા બાદ અનુજ કપાડિયા સાથે લગ્ન કરી સુખી ભવિષ્યનું અનુપમાનું સપનું ત્યારે રોળાયું હતું જ્યારે બંને વચ્ચે માયાની એન્ટ્રી થઈ હતી. માયાના કારણે જ અનુજે અનુપમા પાસે ફરીથી જવાનું માંડી વાળ્યું હતું. હવે વહેતી થયેલી ખબર પ્રમાણે, અનુપમા અને અનુજ ફરીથી એક થઈ શકે છે. કારણ કે, માયાનું શોમાંથી પત્તું કપાવાનું છે.

 

છવી પાંડે દ્વારા પ્લે કરવામાં આવેલી રહેલું માયાનું પાત્ર અનુ અને અનુજના લગ્નજીવનમાં ખરા અર્થમાં વિલન સાબિત થયું છે. બંને ઘણા સમય પહેલા જ સેપરેટ થઈ ગયા છે. અનુપમા જ્યાં એક તરફ પોતાના ડાન્સ પર ફોકસ કરી રહી છે તો અનુજ માનસિક બીમાર માયાનું ધ્યાન રાખી રહ્યો છે. પરંતુ લેટેસ્ટ ખબર પ્રમાણે, ખૂબ જલ્દી અનુપમા અને અનુજ વચ્ચેનું અંતર દૂર થશે, કારણ કે માયાની શોમાંથી એક્ઝિટ થવાની છે.

‘અનુપમા’માં આગામી સમયમાં હજુ ઘણા ટ્વિસ્ટ આવવાના છે, ત્યારે શાહ અને કપાડિયા પરિવાર અમેરિકા જઈ નવી જર્ની શરૂ કરે તે પહેલા અનુપમાને યાદગાર ફેરવેલ પાર્ટી આપવાનું નક્કી કર્યું છે. બામાં પણ પરિવર્તન આવ્યું છે અને અનુપમાની ફેરવેલ પાર્ટીને સ્પેશિયલ બનાવવા માટે તેઓ તેની ફેવરિટ ડિશ બનાવે છે. બીજી તરફ અનુજ અને પાખી પણ કપાડિયા મેન્શનમાં અનુપમા માટે સરપ્રાઈઝ તૈયાર કરી રહ્યા છે. જે કંઈ થઈ રહ્યું છે તે જોઈને માયા વધુ ગુસ્સે થઈ જાય છે. અનુપમા તેની પાસેથી અનુજને છીનવી લેશે તેવા ડરથી તેને એંગ્ઝાયટી અટેક આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here