KBC એટલે કોન બનેગા કરોડપતિ શો સમગ્ર વિશ્વમાં પ્રચલિત છે. જેમાં કરંટ અફેર્સ, વિજ્ઞાન, સંસ્કૃતિ, ધર્મ, ગણિત, ખગોળ વિજ્ઞાન સહિત સામાન્ય નોલેજ જેમનું પાવરફુલ તે આ સ્પર્ધામાં પ્રવેશ કરી શકે અને ઊંચી રકમ જીતી શકે જેમાં કોઈપણ વ્યક્તિનું સહજ હોવું ખુબ જરૂરી હોય છે. આ માટે તેમની મહેનત રંગ લાવતી હોય અને તે માટે સૌ કોઈ પ્રયત્ન કરતાં હોય છે.
જુનાગઢના કેશોદની વૈશાલીબેને કેબીસીમાં પ્રવેશ કરવા સતત 10 દિવસ સુધી પ્રશ્નોનો સામનો કરી સાચા ઉત્તર આપતાં તેમનું સિલેકશન થયું હતું. અને આ શો માટે તે લાયકાત પ્રાપ્ત કરતાં ઓગસ્ટ મહિનામાં વૈશાલી અને તેમના પરિવારની પરિસ્થિતિ, અભ્યાસ, વિદ્યાર્થી જીવન, આસપાસનો માહોલ સહિત શોનું પ્રિ શુટિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. સિલેકશન બાદ સૌથી પહેલા ફાસ્ટર ફિંગર ફર્સ્ટ માટે દસ સેકન્ડ આપવામાં આવે છે અને આ 10 સેકન્ડમાં સૌથી ઓછી સેકન્ડમાં જેમણે જવાબ આપ્યો હોય તે અમિતાભ બચ્ચન સમક્ષ હોટ સીટ પર બેસવા લાયકાત પ્રાપ્ત કરે છે. વૈશાલીએ કેબીસીના સિલેકશન પછી પ્લેનની ફ્રિ મુસાફરી, મોટી હોટલમાં રહેવાનું તેમજ તેમની સાથે આવેલાં સ્પર્ધકોનું એજ્યુકેશન તેમનો એટીટ્યુટ જોતાં અવાક બની હતી. તેમની સાથે રહેલાં સ્પર્ધકોમાં કોઈ આઈઆઈટી, કોઈ આઇઆઇએમ, ડોકટર, બેંકર્સ, હાઇલી એન્યુકેટેડ હોય સ્પર્ધામાં તેમનું શું થશે તેવા સુધા વિચારો આવવાની શરૂઆત થઈ હતી છતાં તેમણે તેમના ચહેરા પર તેની કોઈ જ અસર છોડી ન હતી અને હોટ સિટ પર આરામથી જવાબ આપતી હતી.
વાત કરીએ વૈશાલી કે જેણે જુનિયર શો થી જનરલ નોલેજ વધારવા યાત્રા શરૂ કરી હતી. તેના પિતાએ BA નો અભ્યાસ કર્યો હોઇ સુથારી કામ કરતાં હોવા છતાં તેમની પુત્રીને સ્પર્ધાનો જમાનો હોય સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવું તે માટે KBC જેવા શો જોવા અને તેમાં જવા સતત પ્રયત્ન કરવા તેવા હકારાત્મક સલાહ, સુચનો અને પ્રેરણા આપવામાં આવતી હતી. KBC ના તા. 27 સપ્ટેમ્બર અને 28 સપ્ટેમ્બર એમ બે શો યોજાતાં. વૈશાલીએ પ્રથમ દિવસે 20 હજાર જ્યારે બીજા દિવસે 12.5 લાખ જેવી રકમ જીતી હતી અને શો ક્વિટ કર્યો હતો.
KBC માં કેવી રીતે થઇ પસંદગી
વૈશાલી ચુડાસમાએ સતત 10 દિવસ SMS મારફત પુછવામાં આવતાં સવાલોના જવાબ આપતાં તે સાચા પડ્યા હતાં. અને શો મેનેજમેન્ટ તરફથી મુંબઈ સ્વખર્ચે વૈશાલીને આવવાનું જણાવી દેવાયું હતું. જેમાં વૈશાલીના બધા ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી. આ સાથે તેમનો આઇક્યુ, બોલવાની છટા, ચહેરા પરના હાવભાવ, 20 ગુણની પરીક્ષાઓ જેવી ટેસ્ટ લેવાતાં તે ખરી ઉતરી હતી પછી મેનેજમેન્ટ તરફથી શો માટે ફોન આવ્યો જે ક્ષણ પરિવાર માટે અનમોલ હતી.
KBC શો મેનેજમેન્ટ તરફથી કોલ આવતાં પરિવારમાં ખુશીની લહેર
19 વર્ષિય વૈશાલી તેના નાના ભાઈ અને માતા પિતા સાથે રહી કોલેજનો અભ્યાસ કરે છે. તેના પિતા સુથારી કામ કરે છે માતા ગૃહિણી છે. જયારે તેમનું KBC નું સિલેકશન થયું ત્યારે તે અમિતાભ બચ્ચન સાથે હોટ સિટ પર બેસવાની છે તેમના પરિવારનો હરખ સમાતો ન હતો. વૈશાલીએ વિદ્યાર્થી અને ખાસ કરીને યુવતી કે જેને તેમના માતા પિતા મુક્ત પણે અભ્યાસ કરવા દેતા નથી તેના માટે છૂટો દોર આપી આવા ટેલેન્ટ બાળકોને તેમના ટેલેન્ટનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થાય તો જબરદસ્ત સફળતા મેળવી શકે ત્યારે આવા શો જોવા સ્પર્ધાત્મક પરિક્ષાઓ આપવી જેવા સૂચનો કર્યા હતાં.