Home ક્ચ્છ જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કે ના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણમેળા ૨૦૨૧-૨૨ ના આયોજન અંગે...

જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કે ના અધ્યક્ષસ્થાને ગરીબ કલ્યાણમેળા ૨૦૨૧-૨૨ ના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઇ

144
0
કચ્છ : 19 ફેબ્રુઆરી

ટાઉન હોલ ભુજ ખાતે સવારે ૯ કલાકે મુખ્ય કાર્યક્રમ, સ્ટોલ, પ્રદર્શન સહિતના આયોજનો
ભુજ, શનિવાર;
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આગામી તારીખ ૨૪, ૨૫, ૨૬ ફેબ્રુઆરીના રોજ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં કચ્છ જિલ્લામાં તા. ૨૫મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર ગરીબ કલ્યાણ મેળાના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભુજ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ .
જિલ્લામાં આગામી તારીખ ૨૫મી ફેબ્રુઆરીના રોજ સવારે ૯ કલાકે ટાઉન હોલ ભુજ ખાતે મુખ્ય કાર્યક્રમ, સ્ટોલ, પ્રદર્શન સહિતના આયોજનો સાથે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મળો યોજાશે. જેમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટ, સહાય વિતરણ કરવામાં આવશે.


અધ્યક્ષસ્થાનેથી કલેક્ટરશ્રીએ જણાવ્યુ હતું કે, ગરીબ કલ્યાણ મેળાનુ સુદ્રઢ આયોજન સહિત ચાલુ વર્ષના લાભાર્થીઓને આ મેળામાં તમામ લાભો મળે તે માટે પોર્ટલ ઉપર સમયસર ડેટા એંટ્રી કરાવવી. આ ઉપરાંત લાભાર્થીઓની કીટની ગુણવત્તા ચકાસણી અને કોઇ પણ લાભાર્થી સરકારી યોજનાના લાભથી વંચિત ન રહે તેની ખાસ તકેદારી રાખવા અમલીકરણ અધિકારીઓને રચનાત્મક સુચનો કર્યા હતા.તેમજ મેળાના સ્થળે કરવાની થતી અનુસંગિક વ્યવસ્થાઓ માટે પણ ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કે.એ તમામ પ્રાંત અધિકારીશ્રીઓને ગરીબ કલ્યાણ મેળાનું સુચારૂ આયોજન થાય તે માટે તકેદારી રાખવા સુચના આપી હતી તેમજ પુરવઠા, શિક્ષણ, સમાજ કલ્યાણ, વન વિભાગ, એસ.ટી., શ્રમરોજગાર, વન પર્યાવરણ, સમાજ સુરક્ષા, મત્સ્યયોદ્યોગ, આરોગ્ય, પંચાયત, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ખેતીવાડી, બાગાયત, રોજગાર વગેરે વિભાગોને લગતી વિવિધ

યોજનાઓ બાબતે વિગતે માહિતી મેળવી સંબંધિતો સાથે સમીક્ષા કરી હતી.
આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્માએ તેમજ નિવાસી અધિક કલેક્ટરશ્રી હનુમંતસિંહ જાડેજાએ પણ જરૂરી બાબતો સંદર્ભે સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં સર્વશ્રી પશ્ચિમ કચ્છ પો. અધિક્ષકશ્રી સૌરભસિંઘ, તાલીમી IPSશ્રી આલોક કુમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગૌરવ પ્રજાપતિ, નખત્રાણા ભુજ પ્રાંત અધિકારીશ્રી ડો. મેહુલ બરાસરા, અબડાસા પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જૈતાવત, અંજાર પ્રાંત અધિકારીશ્રી મેહુલ દેસાઈ, મુન્દ્રા પ્રાંત અધિકારીશ્રી પરેશ પ્રજાપતિ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી જે.એન.પંચાલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. જનક માઢક, તેમજ મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રી ડો. કશ્યપ બુચ, તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ: કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here