Home Trending Special જિલ્‍લા કક્ષાના ૭૩મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી આણંદ ખાતે કરવામાં આવશે 

જિલ્‍લા કક્ષાના ૭૩મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી આણંદ ખાતે કરવામાં આવશે 

159
0

આણંદ: ૧૮ જાન્યુઆરી


૭૩મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારૂં આયોજન અર્થે જિલ્‍લા કલેકટર મનોજ દક્ષિણીના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલ બેઠક…

આગામી તા.૨૬મી જાન્યુઆરી, ૨૦૨૨ના ૭૩મા પ્રજાસતાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આણંદ જિલ્‍લાના મુખ્‍ય મથક આણંદ ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે કરવામાં આવનાર હોઇ જિલ્‍લા કલેકટર મનોજ દક્ષિણીના અધ્‍યક્ષસ્‍થાને પ્રજાસત્તાક પર્વની ઉજવણીના સુચારૂં આયોજન અર્થે બેઠક મળી હતી.

બેઠકમાં જિલ્‍લા કલેકટર મનોજ દક્ષિણીએ ૭૩મા પ્રજાસત્તાક પર્વના રાષ્‍ટ્રીય કાર્યક્રમની ઉજવણી અંતર્ગત વર્તમાન કોવિડની પરિસ્‍થિતિને અનુલક્ષીને કરવામાં આવનાર હોઇ આ સંબંધી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું.બેઠકમાં કલેકટરે આણંદ જિલ્‍લાના મુખ્‍ય મથક આણંદ ખાતે જિલ્‍લા કક્ષાના  ૭૩મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે સંબંધિત અધિકારીઓ સાથે વિસ્‍તૃત પરામર્શ કર્યો હતો.

૭૩મા પ્રજાસત્તાક પર્વ પ્રસંગે આણંદ ખાતેના પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે સવારના ૯-૦૦ કલાકે રાજયના મહેસુલ અને જિલ્‍લા પ્રભારી મંત્રી રાજેન્‍દ્રભાઇ ત્રિવેદીના હસ્‍તે ધ્‍વજવંદન સમારોહ યોજાશે તેની બેઠક દરમિયાન જાણકારી આપવામાં આવી હતી.બેઠકમાં કલેકટરે સમગ્ર કાર્યક્રમ કોવિડ-૧૯ની માર્ગદર્શિકા અનુસાર આયોજિત થાય તેની તકેદારી રાખવાની સાથે કાયદો-વ્‍યવસ્‍થા, બેઠક વ્‍યવસ્‍થા, પોલીસ પરેડ, પાર્કિગ, સાફ-સફાઇ સહિત આનુષંગિક વ્‍યવસ્‍થાઓની વિગતવાર ચર્ચા કરી સંબંધિતોને માર્ગદર્શન પુરૂં પાડયું હતું.

આ બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારી બી. જી. પ્રજાપતિ, નિવાસી અધિક કલેકટર કે. વી. વ્‍યાસ, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક જે. વી. દેસાઇ, પ્રાંત અધિકારીઓ સહિત વિવિવ વિભાગોના અમલીકરણ અધિકારીઓ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.


અહેવાલ : પ્રતિનિધિ, આણંદ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here