ડિજિટલ યુગના માનવી અંગ્રેજી ભાષાને કડકડાટ બોલવામાં મથાંમણ કરી રહ્યા છે ત્યારે વીર કવિ નર્મદ “મને ફાંકડું અંગ્રેજી ન આવડાવનો અફસોસ નથી પણ મને ગુજરાતી આવડવાનો ગર્વ છે”
ગુજરાતી ભાષાને જીવંત રાખવામાં જીવન અર્પી દેનારા વીર કવિ નર્મદની આજે જન્મ જયતિ છે. મૂળ નામ નર્મદાશંકર લાલશંકર દવે “નર્મદ” જેઓ ગુજરાતી સાહિત્યના કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક, સંપાદક અને સંશોધક હતા.તેઓના અભ્યાસની વાત કરીએ તો પાંચ વર્ષની ઉંમરે મુંબઈમાં ભૂલેશ્વરની નાના મહેતાની નિશાળથી અભ્યાસ શરૂ થયો હતો.સુરતમાં ઈચ્છા મહેતા અને ફકીર મહેતાની શાળામાં અભ્યાસ કર્યો. શાળાથી લઈને કોલેજના આ ગાળામાં કવિતા પ્રત્યે આકર્ષણ થયું હતું. ત્યારે 23મી વર્ષગાંઠથી કાવ્યલેખનનો પ્રારંભ હતો આ સાથેજ ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટની સેન્ટ્રલ સ્કૂલમાં મદદનીશ શિક્ષક પણ રહ્યા. ત્યારે નર્મદે યુદ્ધમાં વીરતા બતાવી એ હતું સમાજસુધારણાનું ક્ષેત્ર અને અહીં એનાં હથિયાર હતાં એની કલમ, નિર્ભકતા અને સર્જકતા હતી. વીર શબ્દ એ પણ એ કવિ આગળ ? કહેવાય છે કે જગતની કોઇ ભાષામાં કોઇ કવિના નામની આગળ “વીર” વિશેષણ નહિ હોય! નર્મદના નામ આગળ આવતું આ વિશેષણ સકારણ જ છે.એ સમયેનો એક કિસ્સો એવો પણ છે એ સમયે સમાજમાં કુરિવાજો હતા તે દિશામાં કવિ દલપતરામે સરળ ભાષામાં કટાક્ષ કર્યા હતા. ત્યારે કવિ નર્મદે આ પડકારને ઝીલી લઇ યોદ્ધાની અદાથી ગર્જના કરી હતી. એમણે જ ગાયું છે “ડગલું ભર્યું કે ના હઠવું ન હઠવું”. ત્યારે પોતે જે માનતા એને અમલમાં મૂકવાની હિંમત રાખી આ કવિએ વિધવા વિવાહ પણ કર્યો. પ્રતિબદ્ધતાથી તમામ પડકારો સામે લડતા રહેવું એ “વીર કવિ” નું વિશેષણ સાર્થક કરે છે. પોતાના સાહિત્ય સર્જનથી પોતે જીવશે એવી શ્રદ્ધા ગાવી સહેલું નથી. “વીર સત્ય અને રસિક ટેકીપણું” તો દુશ્મનો ય દિલથી ગાશે! જનમ-મરણ એ તો “જગતનીમ” છે, એનું રૂદન કેવું! ગુજરાતી કવિતામાં પોતાના પ્રકારનું આ અનોખું કાવ્ય છે.તેઓ અઢળક નાટકો, કથાઓ અને કવિઓ રચી છે. જે વાંચન અને સાહિત્યપ્રેમીઓ તેમણે વાંચે છે અને તેમણે માને પણ છે.
ત્યારે આજે હજારો સાહિત્યપ્રેમી લોકોના હૈયે આદર, સત્કાર અને પ્રેમ સાથે “વીર કવિ નર્મદ” જીવે છે.