ધ્રાંગધ્રા : 22 માર્ચ
છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓમાં તા 22 ને ચૈત્ર સુદ એકમથી માં માં શક્તિનો પવિત્ર તહેવાર નવરાત્રીનો આરંભ થઈ ગયો છે. જેના ભાગ રૂપે જિલ્લામાં આવેલ માં શક્તિના મંદિરોમાં 9 દિવસ ઠેર ઠેર શક્તિની ઉપાસના અને જપ તપ હોમ હવન નવચંડી યજ્ઞ કરવામાં આવશે અને ઉપવાસ કરી શક્તિની આરાધનામાં ભક્તો વ્યસ્ત બન્યા છે. ચૈત્રી નવરાત્રીમાં શક્તિ પૂજાનું અનેરું મહત્વ હોય જેથી ઉમંગ ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઘરે ઘરે માં શક્તિની આરાધના કરવામાં આવતી હોય છે. સાથે સાથે જિલ્લામાં વસતો ભોઈ સમાજ પણ ગણગોર પર્વની ઉજવણી કરે છે.
છોટાઉદેપુર જિલ્લાના વડામથક ખાતે નગરની મધ્યમાં કુસુમસાગર તળાવ કિનારે આવેલ 252 વર્ષ જૂનું માં કાલિકા માતાનું મંદિર આજેપણ અડીખમ છે. જે ચમત્કારિક અને સ્વયંભૂ છે. છોટાઉદેપુર એક સ્ટેટ હતું આશરે 252 વર્ષ પહેલાં રાજવી પરિવારના કુળદેવી તથા નગરદેવીનું આ મંદિર સ્વયંભૂ હોય જેથી નગર જનો માટે આજેપણ ભારે આસ્થાનું કેન્દ્ર છે. અને નગરજનો માં કાલિકાના ચરણોમાં આજેપણ શ્રદ્ધાભેર માથું ટેકવે છે. અને રાજવી પરિવારના સભ્યો પણ પોતાના કુળદેવીના ચરણોમાં મસ્તક નમાવી આશીર્વાદ મેળવે છે. નગરની મધ્યમાં આવેલ મા કાલિકા માતાના મંદિરનો 150 વર્ષ પહેલાં છોટાઉદેપુર ના રાજવી ફતેસિંહજી મહારાજે જીર્ણોધ્ધાર કરાવ્યો હતો. વર્ષોથી આજે પણ આ મંદિર સમગ્ર નગર માટે આસ્થાનું કેન્દ્ર છે.
છોટાઉદેપુર રાજવી પરિવારના સપૂત મહારાજા મહારાઉલ જય પ્રતાપસિંહ ચૌહાણે તથા મંદિરના પૂજારી તુષારભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે. કાલિકા માતા અમારા રાજવી પરિવારના કુળદેવી છે. દર વર્ષે ધામધૂમ પૂર્વક ચૈત્રી નવરાત્રી તથા આસો નવરાત્રી થાય છે. વર્ષો પહેલા છોટાઉદેપુર ના ભૂતપૂર્વ રાજમાતાને ને સ્વપ્ન આવ્યું હતું કે કુસુમસાગર તળાવમાં માં ક્લીકા ની મૂર્તિ છે. જેના આધારે તપાસ કરતા તળાવમાંથીમાં ક્લીકમાતાની મૂર્તિ પ્રગટ થઈ હતી. અને રાજવી પરિવાર દ્વારા નગરની મધ્યમાં મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. વર્ષોથી નગરની પ્રજા ધમઘુમ પૂર્વક આ મંદિરે દર્શન અર્થે આવે છે. અને બાધાઓ રાખે છે. જ્યારે માં અંબાની અસીમ કૃપાથી રાજવી પરિવારનો પણ વંશવેલો આગળ વધી રહ્યો છે તેમ જણાવ્યું હતું.