Home Other છાપરી ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો! 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત…

છાપરી ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો! 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત…

22
0

અંબાજી:૭ જાન્યુઆરી


ઉતરાયણ તહેવાર પૂર્વ બીજા રાજ્યોમાંથી દારૂની હેરાફેરી ના બનાવને રોકવા માટે બોર્ડર નજીક આવેલ પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે જેના ભાગરૂપે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે આવેલ છાપરી ચોકી પાસેથી પસાર થતા પિકઅપ ડાલા માં શાકભાજીની આડમાં વિદેશી દારૂ રાજસ્થાનથી ગુજરાત લાવવામાં આવી રહ્યો હતો જે દરમિયાન અંબાજી પોલીસ દ્વારા તપાસ કરતાં વિદેશી દારૂની 720 બોટલો મળી આવી હતી.


રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા સાપરી બોર્ડર પાસે RJ 30 GA 1019 નંબરનું પીકપ ડાલુ રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશી રહ્યું હતું જે દરમિયાન અંબાજી પોલીસ દ્વારા રાજસ્થાનના રાજસમંદ જિલ્લા ના આરોપીને ઝડપી પાડયો હતો. ઉલ્લેખનીય છે કે ઉતરાયણ તહેવાર પર પૂર્વ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં એનકેન પ્રકારે દારૂ લાવવાની પ્રક્રિયા હાથ ધરાતી હોય છે

જોકે દારૂની ખેપ મારતા બૂટલેગરો સામે પોલીસે લાલ આંખ કરી છે એક લાખ 8 હજાર રૂપિયાની કિંમતના વિદેશી દારૂ સહિત ત્રણ લાખનું પિકઅપ ડાલું મળી કુલ 4 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝપ્ત કર્યો છે.

 


અહેવાલ /;અલ્કેશસિંહ ગઢવી અંબાજી 
Previous articleમાણાવદર તાલુકાના ગણા ગામના સરપંચને ફરીથી સત્તા સોંપવા હુકમ કરતા અધિક વિકાસ કમિશનર.
Next articleતમારાથી થાય તે કરી લો ! પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરનો ગ્રામજનો ઉપર રોફ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here