Home Trending Special ગૌતમ અદાણીની સંપત્તિમાં વધારો થયો … ફરીવાર એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ...

ગૌતમ અદાણીની સંપત્તિમાં વધારો થયો … ફરીવાર એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા ગૌતમ અદાણી ….

183
0

ભારત અને એશિયાના ધનવાન વ્યક્તિમાંના એક ગૌતમ અદાણીએ ફરીથી ઊંચી છલાંગ લગાવી છે. તેઓ ફરી એકવાર એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. એક જ દિવસમાં ગૌતમ અદાણીએ રેકોર્ડ બ્રેક કમાણી કરી છે. 24 કલાકમાં તેની સંપત્તિમાં 52.5 લાખ ડોલરનો વધારો થયો છે.

દુનિયાના સૌથી અમીર લોકોની યાદીમાં ગૌતમ અદાણી 18માં ક્રમે પહોંચ્યા છે. એક દિવસની રેકોર્ડ બ્રેક કમાણી બાદ ગૌતમ અદાણીએ ચીનના અરબપતિ ઝોંગ શાનશાનને પાછળ છોડી દીધા છે. ઝોંગ એશિયાના બીજા અમીર વ્યક્તિના સ્થાને હતા પરંતુ એક જ દિવસમાં ગૌતમ અદાણીએ તેને પાછળ છોડી દીધા છે. ભારત અને એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીએ બુધવારે 52.2 લાખ ડોલરની કમાણી કરી હતી. અદાણી ગૃપની કંપનીઓના શેરમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. બ્લૂમબર્ગ મિલિયનેર ઈંડેક્સ અનુસાર હવે ગૌતમ અદાણીની નેટ વર્થ 62.3 અરબ ડોલર થઈ છે. જો કે આ વર્ષમાં ગૌતમ અદાણીને 58.2 અરબ ડોલરનું નુકસાન પણ થયું છે.  એશિયાના સૌથી અમીર વ્યક્તિ હાલ પણ મુકેશ અંબાણી છે. તેમની નેટવર્થ 85.9 અરબ ડોલર છે. બુધવારે મુકેશ અંબાણીને 71.1 લાખ ડોલરનો ફાયદો થયો હતો. આ વર્ષમાં મુકેશ  અંબાણીને 1.23 અરબ ડોલરનું નુકસાન થયું છે.

ઉલ્લેખનીય છે કે ગૌતમ અદાણીની કંપની પર 24 જાન્યુઆરીએ અમેરિકી શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગની રીપોર્ટ સામે આવી હતી. જેમાં કંપની પર ગંભીર આરોપ મુકવામાં આવ્યા હતા. ત્યારબાદ કંપનીની માર્કેટ કેપમાં ભારે ઘટાડો થયો હતો. પરંતુ હવે અદાણી રિકવરીના ટ્રેક પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here