Home પંચમહાલ જીલ્લો ગોધરા APMC માં નગર ભાજપાની બેઠક યોજાઇ …..

ગોધરા APMC માં નગર ભાજપાની બેઠક યોજાઇ …..

126
0

ગોધરા ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં જિલ્લા ભાજપના નવનિયુકત પ્રભારી ડૉ.ભરતભાઈ ડાંગરજી અને ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજીની વિશેષ ઉપસ્થિતિમાં ગોધરા નગર ભારતીય જનતા પાર્ટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પ્રભારી દ્વારા હાજર રહેલા કાર્યકરોને પ્રદેશ ભાજપાના આગામી સંગઠન લક્ષી કાર્યકમો  અને સરકારની વિવિધ યોજનાઓ અંગે જરૂરી માહિતી આપી સંવાદ કર્યો હતો. બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ, જિલ્લા મહામંત્રી કુલદીપસિંહ સોલંકી, જિલ્લા ઉપપ્રમુખ મેહુલભાઈ પટેલ, ભાજપા નગર પ્રમુખ દિલીપભાઈ દસાડીયા, મહામંત્રી હિતેશભાઈ ભટ્ટ,  પ્રદેશ યુવા મોરચા મહામંત્રી ઈશાનભાઈ સોની, પ્રદેશ કારોબારી સભ્ય, પવનભાઈ  સોની, માજી જિલ્લા પ્રમુખ જવાહરભાઈ ત્રિવેદી, નગર પાલિકા પ્રમુખ સંજયભાઈ સોની સહિત નગર પાલિકાના સભ્યો તથા હોદેદારો ઉપસ્થિતિ રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here