ગોધરા : ૧૩ જાન્યુઆરી
ગોધરાની શેઠ પી. ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ના NSS વિભાગ દ્વારા અનાથ બાળકોની સાથે ઉત્તરાયણની ઊજવણી કરવામાં આવી. કાર્યક્રમ માં સૌપ્રથમ ચિલ્ડ્રન હોમના મેનેજર ઈલાબેન જોષી, સુપ્રીટેન્ડેન્ટ ઇલેશભાઇ તથા કાઉન્સિલર અલ્પેશભાઈ તથા બાળકોનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ બાળકોને પતંગ-દોરી મીઠાઇ તથા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. NSS ના વોલેન્ટીઅરસ ધ્વારા બાળકો સાથે પતંગ ચગાવીને ખૂબ જ આનંદ માણ્યો હતો. કાર્યક્રમ ના અંતે શેઠ પી. ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના NSS પ્રોગ્રામ ઓફિસર ડો. રુપેશ એન. નાકર ધ્વારા ચિલ્ડ્રન હોમના મેનેજર ઈલાબેન જોષી નો આભાર વ્યક્ત કર્યો હતો.