ગોઘરા: 10 ફેબ્રુઆરી
જીલ્લા સમાજ સુરક્ષા અઘિકારીની કચેરી ગોઘરા ખાતે ચાઇલ્ડ હેલ્પલાઇન થકી તાલુકાના ખજુરી ગામે બાળલગ્ન થયા હોવાની જાણ કરવામાં આવી હતી. જેને પગલે જિલ્લા સમાજ સુરક્ષા અઘિકારી જે.એચ.લખારા તથા બાળ સુરક્ષા અઘિકારી જે.પી.પંચાલ તથા લીગલ ઓફિસર ભાવનાબેન, ચાઇલ્ડ હેલ્૫લાઇન ટીમ ગોઘરા તાલુકા પોલીસ સ્ટાફ સાથે રાખી ખજૂરી ગામે સ્થળ તપાસ કરતા કિશોરીનાં બાળલગ્ન થઇ ગયા હોવાનું માલૂમ પડ્યું હતું.
દાહોદનાં પતંગડીથી આવેલ જાન લગ્ન પૂર્ણ કરી ૫રત જતી રહી હતી. બાળલગ્ન થયા હોવાના પુરાવા મળતા આ લગ્ન કરનાર વરરાજા અને તેના માતા પિતા તથા કિશોરીના માતા-પિતા સહિત કુલ ૫ ગુનેગારો સામે બાળલગ્ન પ્રતિબંઘક કાયદા હેઠળ ગુનો નોંઘવામાં આવ્યો હતો.