ગાંધીનગર ખાતે આજે CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબીનેટ બેઠક યોજાશે. બેઠકમાં ભારે વરસાદના કારણે થયેલા નુકશાનના વળતર સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાશે. તેમજ વાયબ્રન્ટ ગુજરાત, ગ્લોબલ સમિટની તૈયારીને લઈને ચર્ચા કરવામાં આવશે. આવતીકાલે એટલે કે, બુધવારે વિશ્વ આદિવાસી દિવસ હોવાથી કેબીનેટની બેઠક આજે યોજાશે. આજની બેઠકમાં રાજ્ય સરકારના આયોજન અને નીતિગત વિષયો પર સમીક્ષા થશે. 9 ઓગસ્ટ બુધવારે વિશ્વ આદિવાસી દિવસ હોવાથી રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવશે. ત્યારે મુખ્યમંત્રી સોનગઢના ગુણસરા ખાતે હાજર રહેશે. ત્યારે, ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તાપી જીલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ગુણસરા ગામ ખાતે રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીમાં આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડીન્ડોર અને રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ પણ પ્રેરક ઉપસ્થિત રહેશે.