Home Other ખેડબ્રહ્મા સિચાઈ વિભાગની બેદરકારી! સેબલીયા ગામ પાસે વાલ લીકેજની ઘટના… હજારો લીટર...

ખેડબ્રહ્મા સિચાઈ વિભાગની બેદરકારી! સેબલીયા ગામ પાસે વાલ લીકેજની ઘટના… હજારો લીટર પાણી વેડફાયું…

97
0
સાબરકાંઠા : 20 જાન્યુઆરી

નવીન કામમાં ભંગાળ પડતા પાણી પુરવઠાની બેદરકારી આવી સામે…

ખેડબ્રહ્મા તાલુકાના સેબલીયા ગામમાં વાલ લીકેજ થતાં હજારો લીટર પાણી વેડફયું હતું. લાંબા સમય સુધી પાણી નો વેડફાત થતા સ્થાનિકો ના ધ્યાને આવતાજ સમય સુચકતા વાપરી લગતા વળગતા અધિકારીનું ધ્યાન દોરવામાં આવતા લીકેજ બંધ કરવામાં આવ્યું હતું પરંતુ સ્થાનિકો ધ્વારા તંત્ર સામે અનેક સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે પાણી પુરવઠા ધ્વારા થોડા સમય પૂર્વ નવીન કામગીરી કરવામાં આવી હતી. ત્યાર બાદ થોડાજ સમય માં નવ નિર્મિત કરેલ વાલમાં ભંગાળ પડતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે આ બાબતે સ્થાનિકો ધ્વારા કોન્ટ્રાક્ટર અને પાણી પુરવઠા વિભાગની બેદરકારી સામે રોષની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ આ ઘટના અંગે ઉચ્સ્તારીય તપાસ થાય તેવી માંગ પણ ઉઠવા પામી હતી. જોકે હવે જોવું રહ્યું કે આ ઘટના બાદ તંત્ર સફાળું જાગે છે કે આવી જ લાપર્વાહીઓ આગામી સમયમાં પણ જોવા મળશે…


અહેવાલ : રોહિત ડાયાણી, સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here