Home રાજકોટ કેન્દ્ર સરકારની ખેડૂતો માટે જાહેર કરાયેલા અનોખા પેકેજને રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખે...

કેન્દ્ર સરકારની ખેડૂતો માટે જાહેર કરાયેલા અનોખા પેકેજને રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખે આવકાર્યું …

140
0

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર દ્વારા PM મોદીના સુશાસનના  9 વર્ષની ઉજવણી થઈ રહી છે. ત્યારે ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશને ધ્યાને રાખી કેન્દ્ર સરકારે પેકેજ જાહેર કરેલ કરવામાં આવ્યું છે. જે પેકેજને આવકારી સરાહના કરી હતી. જેમાં જિલ્લા પ્રમુખે એક અખબારી યાદીમાં જણાવે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સતત ખેતી અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે વિવિધ યોજનાઓ અમલમાં લાવી સતત પ્રયત્નશીલ છે. ત્યારે વડાપ્રધાનની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ દ્વારા કુલ રૂ. 3,70,128.7 કરોડના ખર્ચ સાથે ખેડૂતો માટે આવિષ્કારી યોજનાઓના અનન્ય પેકેજને મંજૂરી આપવામાં આવી છે.

સરકારના આ નિર્ણયને રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરે અભિનંદન સાથે આવકાર્યા છે.કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધાર સાથે કાર્ય કરી રહી છે.ત્યારે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ખેડૂતોના સ્વપ્ન સાકાર થશે.યોજના ટકાઉ ક્ષમ કૃષિને પ્રોત્સાહન આપીને ખેડૂતોની એકંદર સુખાકારી અને આર્થિક સુધારણા પર કેન્દ્રિત છે. આ પહેલ ખેડૂતોની આવકમાં વેગ લાવશે, કુદરતી/જૈવિક ખેતીને મજબૂત બનાવશે, જમીનની ઉત્પાદકતાને પુનર્જીવિત કરશે અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરશે.CCEA એ ખેડૂતોને યુરિયાની નિરંતર ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે કર અને નીમ કોટિંગના ચાર્જને બાદ કરતા ખેડૂતોને રૂ. 242/ 45 કિલોની થેલીની સમાન કિંમતે યુરિયા મળે તે માટે યુરિયા સબસિડી યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે. ત્રણ વર્ષ  સુધી યુરિયા સબસિડી માટે રૂ. 3,68,676.7 કરોડ આપવાની પ્રતિબદ્ધતા બતાવી છે. ખેડૂતોને યુરિયાની ખરીદી માટે વધારાનો ખર્ચ કરવાની જરૂર નથી અને આનાથી તેમના ઇનપુટ ખર્ચને હળવો કરવામાં મદદ મળશે. હાલમાં, યુરિયાની MRP 45 કિલોની થેલી દીઠ રૂ. 242 છે (નીમ કોટિંગ અને લાગુ પડતા કર સિવાય), જ્યારે થેલીની વાસ્તવિક કિંમત રૂ. 2200ની આસપાસ આવે છે. આ યોજના માટે સંપૂર્ણ રીતે ભારત સરકાર દ્વારા અંદાજપત્રીય સહાય મારફતે ધિરાણ કરવામાં આવે છે.ભારત સરકારે દેશના ખેડૂતોને સુરક્ષિત કરવાના તેના પ્રયાસમાં, ખાતર પરની સબસિડી 2014-15માં રૂ. 73,067 કરોડ હતી તે વધારીને 2022-23માં રૂ. 2,54,799 કરોડ કરી છે.ધરતી માતાના પુનઃસ્થાપન, જાગૃતિ લાવવા, પોષણ અને સુધારણા માટે પીએમ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.

મંજૂર કરવામાં આવેલી આ યોજનાઓથી રાસાયણિક ખાતરોનો ન્યાયપૂર્ણ ઉપયોગ કરવામાં મદદ મળશે, જેનાથી ખેડૂતોને ખેતીના થતા ખર્ચમાં ઘટાડો થશે. કુદરતી અને જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવાથી, નેનો ફર્ટિલાઇઝર્સ અને જૈવિક ખાતરો જેવા આવિષ્કારી અને વૈકલ્પિક ખાતરોની મદદથી આપણી ધરતી માતાની ફળદ્રુપતાને પુનઃસ્થાપિત કરવામાં મદદ મળશે આમ આ યોજના ખેતી અને ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે તેમ અંક મા રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદરે સરકારની યોજનાને આવકારતા જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here