Home ટૉપ ન્યૂઝ કેનેડા જવાનો રસ્તો બન્યો સરળ … , કેનેડા સરકારે હવે આ...

કેનેડા જવાનો રસ્તો બન્યો સરળ … , કેનેડા સરકારે હવે આ ટેસ્ટ પણ કર્યો માન્ય …

173
0

હાલના સમયમાં કેનેડા જવાનો ક્રેઝ ચાલી રહ્યો છે. 21 ની ઉંમર વટાવી લો, એટલે દરેક યુવાને કેનેડા જવાનું વિચારતાં જ હોય છે. કેનેડા જવા માટે IELTS ની પરીક્ષા પાસ કરવી જરૂરી છે. IELTS માં સારો સ્કોર આવે તો જ કેનેડા જવાના રસ્તા ખૂલે છે. પરંતુ દરેક વ્યક્તિ IELTS ની પરીક્ષા પાસ કરી શક્તુ નથી. કેટલાક લોકો એવા છે જે IELTS ક્લિયર કરી શક્તા નથી. પરંતુ જો IELTS ને કારણે તમારું કેનેડા ડ્રીમ અટક્યુ હોય તો તમારી પાસે એક બીજો રસ્તો પણ છે. IELTS વગર પણ કેનેડા જઈ શકાય છે. કેનેડાની સરકારે કેનેડાના સ્ટુડન્ટ વિઝા માટે PTE માન્ય ગણશે તેવી જાહેરાત કરી છે.

10 ઓગસ્ટથી કેનેડા સરકાર સ્ટુડન્ટ્સ માટે PTE નો સ્વીકાર કરશે. કેનેડાની સરકારે સ્ટુડન્ટ વિઝા માટે પિઅરસન ટેસ્ટ ઓફ ઈગ્લિંશને પણ માન્યતા આપી દીધી છે. કેનેડાના ઈમિમગ્રેશ, રેફ્યુજી એન્ડ સિટીઝનશિપ વિભાગે સ્ટુડન્ટ ડાયરેક્ટર સ્ટ્રીમ હેઠળ ભારત સહિતના વિવિધ દેશોમાંથી ઉચ્ચ અભ્યાસ માટે ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે PTE ને માન્યતા આપી છે.

ઉલ્લેખનીય છે કે, આ ટેસ્ટને IELTS ની જેમ માન્યતા આપવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રયાસ થઈ રહ્યા હતા. અત્યાર સુધી કેનેડામાં પ્રવેશ માટે માત્ર IELTS જ માન્ય ગણાતી હતી. પરંતુ હવે પીટીઈ ટેસ્ટ થકી પણ કેનેડામાં પ્રવેશ મળી જશે. આ કારણે ગુજરાતમાંથી કેનેડા જવા માંગતા વિદ્યાર્થીઓનો રસ્તો મોકળો બનશે. સાથે જ કેનેડા સરકારે જણાવ્યું કે, 10 ઓગસ્ટ પહેલા લેવાયેલ પીટીઈ એકેડેમિક ટેસ્ટ પણ સ્ટુડન્ટ વિઝા માટે માન્ય ગણાશે. 10 ઓગસ્ટથી કેનેડા સરકાર એસડીએસ માટે પીટીએ એકેડેમિક સ્કોર સ્વીકારશે. કેનેડા સરકારના આ નિર્ણયથી લાખો ગુજરાતી વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે. કારણ કે, હાલ દર વર્ષે 3.5 લાખ જેટલી અરજીઓ કેનેડા જવા માટે થાય છે.

તો બીજી તરફ, ઘણા ઓછા લોકોને ખબર છે કે, IELTS ક્રેક કર્યા વગર પણ કેનેડા જઈ શકાય છે. અનેક કેનેડિયન યુનિવર્સિટી ભણવા માટે IELTS વગર એન્ટ્રી આપે છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે આ કેનેડિયન યુનિવર્સિટીના દરવાજા ખુલ્લા છે. આ યુનિવર્સિટીઓની યાદીમાં યુનિવર્સિટી ઓફ ટોરોન્ટો, યુનિવર્સિટી ઓફ કેનેડા વેસ્ટ, યુનિવર્સિટી ઓફ પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ, થોમ્પસન રિવર્સ યુનિવર્સિટી, રોસેન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ સાસ્કાચેવન, બ્રોક યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ વિનીપેગ, મેમોરિયલ યુનિવર્સિટી ઓફ ન્યૂફાઉન્ડલેન્ડ અને કોનકોર્ડિયા યુનિવર્સિટીનો સમાવેશ થાય છે.

જો તમારા પરિવારનું કોઈ વ્યક્તિ કેનેડા રહે છે, તો તમને સરળતાથી કેનેડામાં એન્ટ્રી મળી જાય છે. આ ઉપરાંત જો તમારી પાસે વર્ક વીઝા છે, તો તમે IELTS આપ્યા વગર કેનેડામાં કામ કરી શકો છો અથવા અભ્યાસક રી શકો છો. તેના બાદ કાયમી સ્ટે માટે તમારે કેનેડામાં અરજી કરવાની હોય છે. જેના માટે એક પ્રોસેસ ફોલો કરવાની હોય છે. આ માટે અંગ્રેજીમાં પરીક્ષા આપવાની હોય છે. જે પાસ કરીને તમને કેનેડામાં કાયમી સ્ટે મળી જાય છે.

Previous articleભીમ અગિયારસ બાદ રાજ્યમાં વરસાહી માહોલ જામે છે… વરસાદનું રથાયાત્રા સાથે કનેક્શન…
Next articleબુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ હબમાં બનશે મોલ , ફૂડ સેન્ટર અને બેન્ક …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here