પંચમહાલ : 26 એપ્રિલ
સમગ્ર ભારતમાં આઝાદીનો અમૃત મહોત્સવ બહુઆયામી રીતે ઉજવવામાં આવી રહ્યો છે. અને તે અંતર્ગત અન્નદાતા દેવો ભવ, કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી નાં ઉદ્દેશ સાથે ઈનામ બજાર સમિતિઓને લોકપ્રિય બનાવવી, નવા એફ.પી ઓની રચના કરવી, ભારત સરકારની એ.એમ.આઇ યોજનાનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓને મળે તથા ખેડૂતોને વિવિધ ખેતીવાડી યોજનાઓ અંગેની મોબાઇલ એપિલ્કેશન થી પ્રશિક્ષિત કરવા અને ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ, ગોધરા ખાતે કિસાન ભાગીદારી, પ્રાથમિકતા હમારી કાર્યકમ શ્રી જે.આર. ચારેલ, જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ પંચમહાલ ગોધરાની અદ્યયક્ષતામાં યોજયો.
આ કાર્યકમમાં બજાર સમિતિ,ગોધરાના એનલિસ્ટ હરેશ મંજાણી દ્વારા નેશનલ એગ્રિકલચર માર્કેટ અને એગ્રિકલચરલ માર્કેટીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર યોજના તથા મોબાઈલ એપિકેશન વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી અને શ્રીમતી ભાનુમતિબેંન સ્ટેટ કો. ઓડ્રીનેટર દ્વારા ફોર્મર પ્રોડ્યુસ ઓરગ્રેનાઈજેશન ની માહિતી આપવામાં આવી અને વધુમાં વધુ ખેડૂતો એફ.પી.ઓ માં જોડાય તેવી વિનંતી કરેલ.
બજાર સમિતિના ચેરમેન શ્રી રાજેન્દ્રસિંહ ચોહાણ, જિલ્લા પંચાયત પંચમહાલ નાં દંડક શ્રી અરવિંદ સિંહ પરમાર, પંચમહાલ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લી નાં ચેરમેન શ્રી ચંદ્રસિહ ડી.રાઉલજી, ગોધરા તાલુકા સંઘના ચેરમેન શ્રી અશ્વિનભાઈ પટેલ, ગોધરા તાલુકાના કારોબારી અધ્યક્ષ શ્રી સામંતસિંહ સોલંકી મહાનુભવો દ્વારા કાર્યકમને અનુરૂપ પ્રવચન, પોતાના અનુભવો અને વિચારો ખેડૂતો સમક્ષ મૂક્યા હતા. અને તમામ ખેડૂતોને સરકારી યોજનાઓ લાભ લેવા અને ઈ નામ માર્કેટીંગ યાર્ડ સાથે જોડાવવા જણાવેલ.
શ્રી ડી.બી.વાઘેલા કચેરી અધિક્ષક જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ ગોધરા, બજાર સમિતિના વેપારી પ્રતિનિધિ ચિરાગભાઈ શાહ, એપીએમસીના સભ્યશ્રીઓ, જિલ્લા સહકારી સંઘના સી. ઈ.ઓ પારૂલબેન સોલંકી, જિલ્લા સંઘના કર્મચારીઓ, તાલુકા સંઘના મેનેજરશ્રી, એગ્રો સેન્ટરનાં અધિકારી શ્રી, ખેડૂતભાઇઓ, વેપારીમિત્રો, ગ્રામજનો, જનપ્રતિનિધીઓ, સહકારી આગેવાનોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
બજાર સમિતિ નાં સેક્રેટરી શ્રી પ્રકાશભાઈ પટેલ દ્વારા આમંત્રીત મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલ. અને જિલ્લા સહકારી સંઘના સી. ઈ આઇ શ્રી દેવેન્દ્રસિંહ સોલંકી એ સમગ્ર કાર્યકમનું સફળ સંચાલન કરેલ હતું.