Home ગીર સોમનાથ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સોમનાથ મહાદેવના કર્યા દર્શન

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે સોમનાથ મહાદેવના કર્યા દર્શન

97
0

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને શ્રાવણના અંતિમ સોમવારે ઉત્તરપ્રદેશના મહામહિમ રાજ્યપાલ આનંદીબેન પટેલ પધાર્યા હતા. ત્યારે સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટી પી.કે.લેહરીએ ટ્રસ્ટના VIP  અતિથિ ગૃહ ખાતે રાજ્યપાલનું સ્વાગત કર્યું હતું. રાજ્યપાલ આનંદીબેન પટેલે સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શન અને અભિષેક કર્યા હતા. સાથે જ તેઓએ સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા અને ધ્વજા પૂજા કરી હતી. આ તકે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા સોમનાથ મહાદેવનું સ્મૃતિચિત્ર અને પ્રસાદ કીટ રાજ્યપાલને ભેટ આપવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here