ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગમાં ગૌરીકુંડ હાઈવે પર તરસાલી પાસે પહાડીથી ભૂસ્ખલન થયાની દુર્ઘટના સર્જાઇ હતી. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં પાંચ ગુજરાતીઓના મોત નિપજ્યા છે. ભૂસ્ખલનમાં માટી નીચે દબાયેલી કારની અંદરથી પાંચ મૃતદેહો કાઢવામાં આવ્યા છે. જ્યાં તમામ ગુજરાતીઓ ગુજરાતના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
ગુરુવારે રુદ્રપ્રયાગમાં ગૌરી કુંડ પાસે હાઈવેમાં તરસાલીની પાસે દુર્ઘટનામાં માટીને હટાવ્યા બાદ તેમાંથી પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહોને પી.એમ અર્થે ખસેડ્યા હતા. ઘટનાને કારણે કેદારઘાટીથી જિલ્લા મુખ્યાલય સુધીનો સંપર્ક કપાઈ ગયો હતો. સાથે જ કેદારનાથ યાત્રાનો માર્ગ પણ પ્રભાવિત થયો હતો.
દુર્ઘટનાને પગલે રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી તો બે દિવસ સુધી રસ્તો બંધ રહ્યો હતો. દુર્ઘટના બાદ સ્થાનિક તંત્ર અને પોલીસની ટીમ, તથા NDRF ની ટીમે ઘટના સ્થળે પહોંચીને ક્ષતિગ્રસ્ત વિસ્તાર કોર્ડન કરીને રાહત કામગીરી શરૂ કરી હતી.