પાટણ : 11 ફેબ્રુઆરી
ઇડરની એક આંગડીયા પેઢીના કર્મચારીને બંદૂકની અણીએ લૂંટવાના ગુનાનો ભેદ પાટણ એલ સી બી પોલીસે ઉકેલી લૂંટમાં સામેલ ચાર આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
ઇડરની જયંતિ સોમા આંગડિયા પેઢીના કર્મચારીને ગત 9 ફેબ્રુઆરી ના રોજ બંદૂક બતાવી રોકડ રકમ, હીરાના પેકેટ, અને દાગીના મળી કુલ 8,61,500 ની લૂંટ ચલાવવમાં આવી હતી. આ લૂંટમાં સામેલ આરોપીઓનું પગેરું પાટણ જિલ્લા પોલીસને મળતા પાટણ એલ.સી.બી એ આ લૂંટમાં સામેલ ચાર આરોપીઓને 1,15,900 ના મુદામાલ સાથે ઝડપી તેમની સામે વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર બાબત અંગે જીલા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા એ પ્રેસ યોજી માહિતી આપી હતી..