રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિક પોલીસના સ્વાસ્થયની ચિંતા કરી એક નવી પહેલ કરવામાં આવી છે. ટ્રાફિક પોલીસ જવાન કોઇ પણ ઋતુમાં પોતાની ડ્યુટી કરતાં હોય છે. શિયાળો હોય , ઉનાળો હોય કે પછી ધોધમાર વરસાદ. તેઓ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક ખડેપગે નિભાવે છે. ત્યારે સરકાર દ્વારા ટ્રાફિક પોલીસની સુવિધામાં વધારો કરી તેમને AC વાળાં હેલ્મેટ આપવામાં આવ્યા છે. જેમાં શહેરના પીરાણા, ઠક્કરનગર અને નાના ચિલોડા ખાતે ત્રણ ટ્રાફિક પોલીસ કર્મચારીને આ AC વાળાંહેલમેટ આપવામાં આવ્યાં છે. જેમાં હેલ્મેટથી ગરમીમાં આશરે 4થી 5 ડિગ્રીની રાહત મળી શકે છે.તેમજ આ હેલમેટ સોલિડ-સ્ટેટ કૂલિંગના સિદ્ધાંત પર કામ કરે છે.ત્યારે આ AC હેલમેટ બે કલાક બેટરી ચાર્જિગથી 8થી 10 કલાક વાપરી શકાય છે.
ત્યારે તેનો ઉપયોગ કમરે બેટરીનો બેલ્ટ બાંધી તેમાંથી કનેક્ટ થતાં વાયરથી પંખો ફરશે અને ગરમીમાં ઘટાડો થશે. જેમાં પંખો ફરવાનો અવાજ આવતો નથી.ત્યારે આ હેલ્મેટને દિવસમાં એક વાર ચાર્જિંગની જરૂર પડશે. હેલમેટ પહેરનારાને ગરમીમાં આશરે 4થી 5 ડિગ્રી સુધીની રાહત મળી શકે છે. હેલમેટમાં પંખો ફરતો હોવા છતાં કોઈપણ પ્રકારનો ઘોંઘાટ થતો નથી.
જેમાં ચાર્જિંગ માટેનો પ્લગ હેલમેટની પાછળની બાજુએ આપવામાં આવ્યો છે.આ સાથેજ હેલમેટ આગળ કાચ હોવાથી ધૂળના રજકણો અને ધુમાડો પણ અંદર જતાં અટકે છે. તેમજ જો આ પાઇલોટ પ્રોજેક્ટ અંગે સારો અભિપ્રાય આવશે તો DGP રાજ્યભરમાં ટ્રાફિક પોલીસને AC હેલમેટ આપવાનો નિર્ણય કરશે.