Home અમદાવાદ આ … શું.. વધુ એક ગુજરાતીની અમેરિકામાં હત્યા … ,

આ … શું.. વધુ એક ગુજરાતીની અમેરિકામાં હત્યા … ,

134
0

ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં લોકોને વિદેશ જવાની એક લત લાગી ગઇ છે. ત્યારે હવે જે પ્રકારે વિદેશમાં રહેતા ગુજરાતીઓના કિસ્સા સામે આવી રહ્યા છે. તે જોઇને હવે લોકોમાં ભયનો માહોલ ફેલાઇ ગયો છે. છેલ્લા કેટલાક મહિનાઓની ઘટનાઓ પર નજર નાખીએ તો હમણાં ને હમણાં કેટલાક કેનેડા કે અમેરિકા ગયેલા યુવકોની હત્યા થઇ રહી છે. ત્યારે વધુ એક આવો અમદાવાદનો કિસ્સો સામે આવ્યો છે. જોઇએ અહીં …

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા હિરેન ગજેરા વર્ષોથી અમેરિકામાં વસવાટ કરે છે. જે 2006 થી 2014 સુધી અમેરિકાના એમ્પાલમ શહેરમાં સાગના લાકડાના એક્સપોર્ટનો બિઝનેસ કરતા હતા. જે પછી તેઓ છેલ્લા 8 વર્ષથી અમદાવાદમાં સ્થાયી થયા હતા. ત્યારે વર્ષ – 2022 ના માર્ચ મહિનામાં તેઓ ઈક્વાડોર પરત ફર્યા હતા. જ્યાં તેઓએ ક્યુએન્કા શહેરમાં નવુ ઘર બનાવ્યુ હતું.  41 વર્ષીય હિરેન ગજેરાનું થોડા દિવસ પહેલા જ કોલંબિયન ત્રાસવાદીઓ દ્વારા અપહરણ કરાયું હતું. જેના બાદ તેમના પરિવાર પાસેથી 1 લાખ US ડોલર અથવા તેને બદલે 70 કિલો ડ્રગ્સની ખંડણી માંગવામાં આવી હતી. ગજેરા પરિવાર દીકરાને બદલે આ રૂપિયા આપવા તૈયાર થયો હતો. નેગોશિયેન બાદ 20 હજાર US ડોલર પર ડીલ ડન થઈ હતી. છતાં ત્રાસવાદીઓએ હિરેનને મારી નાંખ્યો હતો. તેની લાશ નદીમાં ફેંકી દીધી હતી. ત્યારે યુવકની હત્યાને પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here