Home Trending Special આ વર્ષે અમદાવાદમાં રથયાત્રાની ખાસિયત … , 72 વર્ષ બાદ ભગવાન નવા...

આ વર્ષે અમદાવાદમાં રથયાત્રાની ખાસિયત … , 72 વર્ષ બાદ ભગવાન નવા રથમાં બિરાજમાન….

101
0

ભગવાન જગન્નાથ આજે નગરયાત્રાએ નિકળ્યા છે. અમદાવાદના પ્રખ્યાત જગન્નાથ મંદિરેથી આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળી છે.. રથયાત્રા પૂર્વે વહેલી સવારે 4 વાગે મંદિરમાં ભગવાનની મંગળા આરતી કરવામાં આવી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે ભગવાનના દર્શન કરીને મંગળા આરતીમાં ભાગ લીધો હતો.

આજની રથયાત્રાની ખાસિયત છે. 72 વર્ષ પછી 85 લાખના ખર્ચે 6 પૈડાંવાળા  નવા રથમાં બિરાજમાન થયા છે.  જ્યાં નવા રથને 1200થી વધુ ભક્તો ખેંચી રહ્યા છે. રથયાત્રામાં દેશભરમાંથી 2 હજાર કરતા વધુ સાધુસંતો પણ અમદાવાદમાં પધાર્યા છે અને તેઓ પણ રથયાત્રામાં જોડાયા.

રથયાત્રા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. વહેલી સવારથી પોલીસ જવાનોને સ્ટેન્ડ બાય કરી દેવાયા છે. તેમજ સમગ્ર રથયાત્રાનું 3D મેપિંગ પણ કરાશે અને 3 ડ્રોનથી યાત્રા પર નજર રખાશે. રથયાત્રાના રુટ પર BRTSના 5 રુટ અને AMTS ના 10 રુટ બંધ રહેશે.  26 હજાર કરતાં વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં જોડાયા છે અને 250 ધાબા પોઇન્ટ, 25 વોચ ટાવર પણ લગાવાયા છે. રથયાત્રામાં 101 ટ્રક, 15 ગજરાજ, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડવાજા  પણ જોડાશે. રથયાત્રા નીકળે તે પહેલાં કેટલીક પરંપરાગત વિધિઓ કરવામાં આવે છે. જેમા પહિંદ વિધિનું વિશેષ મહત્વ છે.. પહિંદ વિધિ પૂરી થયા પછી જ ત્રણેય રથ મંદિરની બહાર નિકળ્યા અને પછી શરૂ થઇ ભગવાનની નગરચર્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here