Home આણંદ આણંદ LCB પોલીસની કડક કાર્યવાહી … 41 લાખ ઉપરાંતના દારુના જથ્થો ઝડપ્યો…

આણંદ LCB પોલીસની કડક કાર્યવાહી … 41 લાખ ઉપરાંતના દારુના જથ્થો ઝડપ્યો…

137
0

આણંદ LCB પોલીસે દંતેલી પાટીયા પાસેની હોટલના પાર્કિંગમાંથી વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડ્યો. લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મધ્યરાત્રીના સુમારે બળદેવ હોટલ પર છાપો મારીને પાર્કિંગમાંથી સાયકલના સ્પેરપાર્ટની આડમાં લવાયેલો ૩૮૫ પેટી વિદેશી દારૂનો જથ્થા સાથે ચાલકને ઝડપી પાડીને કુલ ૪૧.૫૭ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને પેટલાદ રૂરલ પોલીસ મથકે ગુનો દાખલ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસને બાતમી મળેલ કે દંતેલી પાટીયા પાસે એક પંજાબ પાર્સિંગની આઈશરમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવ્યો છે અને આ આઈશર હોટલના પાકીંગમાં પાર્ક કરીને ડ્રાયવર ચા-નાસ્તો કરવા માટે ગયો છે. જેથી પોલીસની ટીમે ત્યાં પહોંચી  પાર્કિંગમાંથી આઈશર ચાલકને પકડી પુછપરછ કરતા આઈશરમાં સાયકલના નાના-મોટા સ્પેરપાર્ટસ ભરેલા હોવાનું જણાવ્યું હતુ અને એક બીલ્ટી પણ રજુ કરી હતી. ત્યારે પોલીસે તપાસ કરતાં પ્રથમ દૃષ્ટીએ સાયકલના સ્પેરપાર્ટસના પેકિંગ બોક્સો ભરેલા હતા. તેને હટાવીને જોતા વિદેશી દારૂ-બીયરની પેટીઓ મળી આવી હતી. જે રાખવા બદલ કે હેરફેર કરવા માટે ચાલક પાસે લાયસન્સની માંગણી કરતા તેની પાસે નહીં હોવાનું જણાવ્યું હતુ. પોલીસે તેનું નામઠામ પુછતાં સુરિન્દરસિંગ ઉર્ફે સોની નવાબસિંગ ચૌહાણ (રે. નિલપુર, જીલ્લો પટિયાલા, પંજાબ)નો હોવાનું જણાવ્યું હતુ. આઈશરને પેટલાદ રૂરલ પોલીસ મથકે લાવીને ખાલી કરી તપાસ કરતા વિદેસી દારૂ-બીયરની કિંમત 16,68,960 રૂપિયા જેટલી થવા જાય છે. ત્યારે પોલીસે કુલ ૪૧,૫૭,૨૪૧ નો મુદ્દામાલ જપ્ત કરીને પકડાયેલા ડ્રાયવરની વધુ પુછપરછ કરતા ઉક્ત વિદેશી દારૂ ભરેલી આઈશર પંજાબના અબહોર ખાતેથી મોબાઈલ ધારક ૯૫૬૪૬-૩૫૧૮૭ અને વોટ્સેપ નંબર ૮૮૦૯૪-૮૫૧૮૦વાળાએ આપી હતી અને ધર્મજ-તારાપુર રોડ ઉપર આવેલા દંતેલી પાટીયા પાસે આવેલી બળદેવ હોટલ પાસે રોકાવાનું જણાવ્યું હતુ. જે અનુસાર તે અહીંયા આવીને રોકાયો હતો અને આઈશરને પાર્કિંગમાં પાર્ક કરીને રાહ જોતો હોવાનું જણાવ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here